ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની કપ્તાની હેઠળ ભારતીય ટીમ સતત છ જીત બાદ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે મેદાનમાં ઉતરી હતી, જેમાં બાંગ્લાદેશ સામેની એકતરફી જીત પણ સામેલ હતી પરંતુ આ વખતે ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ન્યૂઝીલેન્ડે 8 વિકેટે મેચ જીતી લીધી. બીજી ટેસ્ટ મેચ પહેલા કરવા ચોથ 2024ના અવસર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ મુંબઈમાં કૃષ્ણ દાસ કીર્તનમાં ભાગ લીધો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોહલી અને અનુષ્કાએ કીર્તનમાં ભાગ લીધો
2024ના કરવા ચોથના અવસર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા પરંતુ આ વખતે તેઓએ કરવા ચોથનું વ્રત રાખવાને બદલે એક ખાસ પૂજામાં ભાગ લીધો હતો. માહિતી અનુસાર તે પ્રખ્યાત કૃષ્ણ દાસ કીર્તન હતું જેમાં વિરાટ અને અનુષ્કાએ ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે અનુષ્કા સફેદ આઉટફિટમાં જોવા મળી રહી છે જ્યારે વિરાટે કેઝ્યુઅલ કપડા પહેર્યા હતા અને તે એકદમ કમ્ફર્ટેબલ લાગી રહ્યો હતો.
વીડિયોમાં બંને કીર્તન દરમિયાન સંગીતમાં ખોવાયેલા અને મંત્રમુગ્ધ જોઈ શકાય છે. એક વીડિયોમાં અનુષ્કા ત્યાં થઈ રહેલા કિર્તન દરમિયાન ગાતી પણ જોવા મળી હતી. આ દ્રશ્યથી તેના ચાહકો ઉત્સાહિત થઇ ગયા છે.
The way Virat is enjoying the Kirtan, he has totally lost in this moment ?❤️ pic.twitter.com/mVdnsWNxxy
— Virat Kohli Fan Club (@Trend_VKohli) October 21, 2024
પુણેમાં ભારતનો રેકોર્ડ
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમી ચૂક્યું છે. 2017માં તેની પ્રથમ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 333 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર વિરાટ કોહલીની કેપ્ટનશીપ દરમિયાન બે ટેસ્ટ હારમાંથી એક હતી. જોકે 2019માં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 137 રનથી જીત મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech