અંજાર કચ્છની બાજુમાં આવેલ ગામ નાની નાગલપરનાં ગોપ્રેમી મેઘજીભાઈ હીરાણીની ગોપાલન અને ગાય આધારિત ખેતી માટે માત્ર કચ્છ નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા મેઘજીભાઈ રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘની ગોસેવા ગતિવિધિમાં વર્ષેાથી સૌરાષ્ટ્ર્ર–કચ્છ પ્રાંતના સંયોજક તરીકે માર્ગદર્શન કરે છે. ખોટી પ્રથાઓને તિલાંજલિ આપવા અને મુળ પરંપરા તરફ પરત ફરવા માટે આગામી ૨૧જાન્યુઆરી થી૨૪જાન્યુઆરી–૨૦૨૫ દરમ્યાન થનાર પોતાના દીકરા અને દીકરીના લગ્ન માં મેઘજીભાઇ અને તેમના પરિવારે દ્રઢ નિશ્ચય સાથે જે અનોખું સાહસ કયુ છે ખાસ તો જેમને લગ્ન નું નિમંત્રણ આપ્યું છે તે સૌ પાસે જે અપેક્ષા રાખી છે તે વાંચીને નવાઈ સાથે સુખદ આશ્ચર્ય પમાડે છે. પણ થાય અને નિયમો વાંચીને ચોક્કસ એવું લાગે.આ લગ્ન ની વિશેષતા એ છે કે, હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ સંસ્કારની પવિત્રતા જાણવવી એ આપણું સૌનું સંયુકત કર્તવ્ય છે અને તેનાં નિર્વહન માટે તેમણે થોડીક વિશેષતા ઉમેરી છે. જેમ કે, તેમની લ પત્રિકા સંપુર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત છે. શણગાર (બ્યુટી પાર્લર)ના અતિ મોટા અને અનાવશ્યક ખર્ચને ટાળવા વર અને કન્યાના શણગાર સંપુર્ણ પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે. વર વધૂ સંપુર્ણ ભારતીય વક્ર પરિધાનમાં જ લગ્નગ્રંથીથી જોડાશે. સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો સંપુર્ણ નિષેધ રહેશે.(પ્લાસ્ટીકની ખુરશીઓ, પ્લાસ્ટિકના ફુલો કે અન્ય સજાવટ, ડીસ, ગ્લાસ, ચમચી વગેરે.) લગ્ન માં માંડવાની અને સંપુર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર, સાચા ફલો, વૃક્ષો અને પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવશે. ભોજન બનાવવા તાંબું પીત્તળ અને સ્ટીલના વાસણોનો જ ઉપયોગ થશે. ભોજન સંપુર્ણ ગોવ્રતિ હશે એટલેકે દુધ, ઘી, માખણ, છાસ, દહીં અને પનીર સહિતની બધી જ વસ્તુઓનો આધાર દેશી ગાયનું દૂધ હશે. ભોજનમાં અનાજ, શાકભાજી, કઠોળ વગેરે સંપુર્ણ ગાય આધારીત ખેતીથી પકવેલ હશે. ભોજન બનાવનાર અને પીરસનાર નિવ્ર્યસની હોય તેવો આગ્રહ રખાયો છે. સૌને પંગતમાં બેસાડીને ભોજન કરાવવામાં આવશે અને વાનગીઓ કેળાના પાન ઉપર પીરસવામાં આવશે. અને ફેરા સમયે વરવધૂ ઉપર શુભેચ્છા સ્વપે સાચા ફલની જ પુષ્પ વૃષ્ટ્રિ કરાશે. લગ્ન સંપુર્ણ વૈદિક સ્તોત્ર અને મંત્રોચ્ચારથી થશે અને ભુદેવપંડિત કોઈની રોક ટોક વગર નિયત– સમયમાં સ્વતંત્રતા સાથે સંપુર્ણ વિધિ કરાવશે. દિર્ઘ સ્મરણ માટે પ્રસંગને દ્રશ્ય શ્રાવ્ય (ફોટો અને વીડિયો) માં કંડારનાર વ્યકિતઓ પંડિતની લગ્ન વિધિમાં કોઈ પણ રીતે બાધાપ નહીં બને.લગ્ન પહેલાનું દ્રશ્ય શ્રાવ્ય ચિત્રાંકન (પ્રિ–વેડિંગ વીડિયો કે ફોટોગ્રાફી) સમયે ભારતીય સંસ્કૃતિને અનુપ ન હોઈ તેવા કોઈ પ્રયોગ નહી કરાય.
દિકરીને કન્યાદાનમાં અન્ય દાન સાથે ગાયનું પણ દાન કરવામાં અવશે. અને ૧૦૮ વિવિધ દેશીઅનેઔષધીય વૃક્ષની ભેટ આપવામાં આવશે. લગ્ન એ પવિત્ર સંસ્કાર છે એ ધ્યાને રાખીને પદવેશ (બુટ) સંતાડવા, વરરાજાના વાહનની આડે ઉભવા સહિતની ચેષ્ટ્રાઓ કરવામાં સમય બગાડવો સંપુર્ણ નિષેધ રહેશે.આ પ્રસંગમાં સૌ આમંત્રિત સ્નેહીજનો માટે પણ થોડાક નિયમો બનાવ્યા છે. આમંત્રિત સૌએ સંસ્કૃતિને છાજે તેવા સંપુર્ણ મર્યાદા સાથેના પહેરવેશમાં આવવાનું રહેશે. પ્રસંગમાં ચા, બીડી, તમાકુ સહિત કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું નિષેધ છે. સ્ત્રી , પુરૂષ સૌએ હિન્દુ સંસ્કૃતિનું પ્રતિક તિલક ચાંદલો કરીને આવવાનું રહેશે. ભેટ સોગાધ (ગીફટ) પેકીંગમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કરવો નહી. સનાતન સંસ્કૃતિના જતન માટે પ્રકૃતિને સાથે રાખીને કાર્ય કરવું અનિવાર્ય હોવાથી સૌ ના પુર્ણ સહયોગથી જ આ પ્રસગં સફળ અને ઉદાહરણપ બની શકશે તેમ મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech