ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા ખાતે ગ્રાહકની બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયનાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ રૂ.૨૫૬ લાખના ખર્ચે તૈયાર થનાર સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ અદ્યતન બિલ્ડીંગમાં પરિસરમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજી કોમ્પ્યુટર લેબ,લાઈબ્રેરી,કોન્ફરન્સ હોલ તથા પાંચ વર્ગ ખંડનું નિર્માણ કરવામાં આવશે.
સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરતાં કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નિમુબેન બાંભણીયાએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રકારનું શિક્ષણ ઘર આંગણે જ મળી રહે તે માટે પ્રતિબધ્ધ છે ત્યારે તળાજા મુખ્ય મથકે રૂ.૨૫૬ લાખના ખર્ચે સરકારી ઉ.મા. સાયન્સ સ્કૂલ બિલ્ડિંગનું નિર્માણ થશે જેથી આવનાર સમયમાં તળાજાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ધો.૧૧ અને ૧૨ ના સાયન્સ પ્રવાહ (વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓને ઘર આંગણે જ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહેશે તેમ જણાવી શિક્ષણ એ સમાજના ઘડતરનો અગત્યનો પાયો છે. આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓ શાળાના શિક્ષણની સાથે-સાથે ટેક્નોલોજીમાં પણ ખૂબ જ આગળ વધી રહ્યાં છે. મંત્રીએ ઉમેર્યું કે,ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટીના પરિણામે આજે ગુજરાતની સાથે દેશે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિધ્ધી હાંસલ કરી છે. વડાપ્રધાનશ્રીએ આપેલા સૂત્ર સૌનો સાથ,સૌનો વિકાસની કાર્યસંસ્કૃતિના પરિણામે વિકાસના ફળ આજે છેવાડાના લોકો સુધી પહોંચ્યાં છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત દેશનું સુકાન સંભાળતા જ સંકલ્પ કર્યો છે કે આગામી સમયમાં ત્રણ લાખ લોકોને આવાસ, ઘર અને લખપતિ દીદી બનાવવાનું અભિયાન ઉપાડ્યું છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પણ શિક્ષણનું સારું એવું કામ થઈ રહ્યું છે તેમ જણાવી મંત્રીએ આ અભિયાનની સરાહના કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ,તાલુકા પ્રમુખ રાણાભાઇ સોલંકી, આગેવાનશ્રી રાજુભાઇ ફાળકી, સી. પી.સરવૈયા, વિક્રમભાઈ ડાભી,જિલ્લા શિક્ષણ અધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયા, શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ રાઠોડ તેમજ શાળાના શિક્ષકો,આગેવાનો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech