ઉના તાલુકાના વાસોજ ગામ દીવ નજીક દરિયા કિનારે આવેલું ગામ છે. ત્યાં રાત્રીના પોતાના કાચા મકાનની ઓસરીમાં ખાટલા ઉપર સૂતેલ આધેડ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનાભાઈ શિયાળ ઉ.વ.૬૫ રે.વાસોજની કોઈ અજાણ્યા ઈસમોએ તિક્ષણ હયિારના ઘા મારી મોતને ઘાટ ઉતારી નાસી ગયા હતા. સવારે લોકોને ખબર પડતાં નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને જિલ્લ ા એલ.સી.બી.ના સ્ટાફ ઘટના સ્ળે પહોંચી ગયા હતા અને ઉનાના નાયબ પોલીસ અધિક્ષક એફ.એમ. ચોધરી પણ પહોંચી ગયા હતા અને મૃતકના નાના દીકરા રણછોડભાઈ મસરીભાઈ શિયાળ ઉ.વ.૪૦એ અજાણ્યા ઈસમોએ તેમના પિતાની હત્યા કરી નાખીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી મૃતકનું પોસ્ટમોર્ટમ કરવા મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ મૃતક મસરીભાઈ પગેી વિકલાંગ હતા. એકલવાયુ જીવન જીવતા હતા, તેમના પત્નીનું ૨૦ વરસ પહેલા મૃત્યુ યું હતું. તેમજ મોટા દીકરો પણ અવસાન પામ્યો છે. નાનો દીકરો રણછોડભાઈ અલગ સામેના મકાનમાં રહે છે. તેમને બન્ને ટાઇમ ભોજન આપી જતો હતો. મસરીભાઈને ખેતીની જમીન પણ છે. ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની હત્યાનું કારણ શું? પોલીસે બેી ચાર શકમંદોના નામ મેળવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે. નાના એવા વાસોજ ગામમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech