ઝારખંડના લાતેહાર જિલ્લામાં ગઈકાલે વીજળી પડવાને કારણે બે ફૂટબોલ ખેલાડીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. આ ઘટનામાં 12 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
ગઈકાલે સાંજે ફાઈનલ ફૂટબોલ મેચ ચાલી રહી હતી. મેચ પુરી થયાના થોડા સમય બાદ અચાનક બે જગ્યાએ વીજળી પડી હતી. તેના કારણે બે ફૂટબોલ ખેલાડીઓના મોત થયા હતા. જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા.
આ બનાવ પછી લોકોએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ સ્થાનિક લોકોની મદદથી ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઘાયલોને હોસ્પિટલ લય જવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે બે ઘાયલ લોકોને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં દીપક કુમાર અને વીરેન્દ્ર ગંઝુનો સમાવેશ થાય છે. બંને મૃતકો એક જ ગામના રહેવાસી છે. તેમજ બીજા તમામ ઘાયલોની સારવાર ચાલુ છે.
ત્રણની હાલત ગંભીર
પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં કેટલાક ઘાયલોની હાલત નાજુક છે. ઘટના અંગે માહિતી આપતાં ડૉક્ટરે જણાવ્યું કે વીજળી પડવાથી ઘાયલ થયેલા 12 લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાંથી બે લોકોના મોત થયા છે. જયારે ત્રણ લોકોની હાલત ગંભીર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેરળમાં ચોમાસાની 8 દિવસ વહેલી એન્ટ્રી
May 24, 2025 02:51 PMનીલમબાગ અને દાદરાનગર હવેલી-નારોલીની વાહન તેમજ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
May 24, 2025 02:48 PMબોખીરાની આવાસ યોજનામાં સ્ટ્રીટલાઇટના અભાવે મહિલાઓ અને યુવતીઓ રાત્રે અસુરક્ષિત
May 24, 2025 02:46 PMશહેરની વિરભદ્ર સોસાયટીના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા
May 24, 2025 02:45 PMસાયબર ક્રાઇમના ગુન્હામાં હિરલબા અને તેનો સાગરીત થયા જેલહવાલે
May 24, 2025 02:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech