દ્વારકાના દરિયામાં અજાણી શીપના કેપ્ટને ફિશીંગ બોટને ઠોકર મારતા બે ખલાસીઓને ગંભીર ઇજા થઇ છે. તો બીજી બાજુ આઠ લાખ પિયાનું બોટને પણ નુકશાન થયુ છે.
ઉમરગામના બોરલાઇ ગામે ઝાડી ફળિયામાં રહેતા રમેશ મનજીભાઇ વારલી નામના ૫૨ વર્ષના માછીમારે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તે પોરબંદરના કલ્પેશ રમેશભાઇ કોટીયાની ‘જય હરસિધ્ધિ’ નામની ફિશીંગ બોટમાં ખલાસી તરીકે કામ કરે છે અને તા. ૧૨-૯ના પોરબંદરના ફિશરીઝ વિભાગ પાસેથી ટોકન મેળવીને રાશન પાણી સાથે માછીમારી કરવા નીકળી હતી જેમાં ટંડેલ તરીકે મનોજભાઇ મનજીભાઇ વારલી તથા અન્ય ખલાસીઓમાં રાજેશ કુહાડા, સીતારામ શંકર બીજ, સુનીલ લક્ષી દાદરક, વસુભાઇ મણીયાભાઇ હડપતી, રાજેશ વેસ્તા દુમાડા વગેરે સમુદ્ર ખુંદવા નીકળી પડયા હતા અને દ્વારકાથી ૪૫ કિ.મી. દૂર તા. ૨૦-૯ના રાત્રે જાળ નાખીને માછીમારી કરતા હતા તે દરમિયાન એકદમ નજીકના અંતરેથી એક શીપ પસાર થઇ હતી અને જાળ એ શીપમાં ફસાઇ જતા બોટ શીપની સાથે ખેંચાવા લાગી હતી અને બોટની જાળ વીચમાં બાંધેલ વાયર સાથે ખેચાઇ જતા બોટનો આગળનો કોહ તથા ઘાય તૂટી જતા ખલાસી રાજેશ કુહાડાને બોટનુ લાકડુ માથાના ભારે લાગતા તે લોહીલુહાણ હાલતમા બેભાન જેવો થઇ ગયો હતો. બીજા ખલાસી રાજેશ વેસ્તા દુમાડાને પગમાં બોટનો કપ્પો લાગતા ઇજા થઇ હતી. બીજા ખલાસીઓ અલગ અલગ જગ્યાએ હોવાથી બચી ગયા હતા.
રાત્રે અંધારુ હોવાથી શીપના નંબર કે નામ જોઇ શકયા ન હતા. ત્યારબાદ તેઓ બોટ લઇને પોરબંદર તરફ આવતા હતા અને બોટના સંચાલક ઉમેશભાઇ પ્રેમજીભાઇ વાંદરીયાને ફોન કરીને બનાવ અંગે જાણ કરી હતી ત્યારબાદ પોરબંદર માછીમાર બોટ એસોસીએશન દ્વારા ઇમરજન્સી બોટ સેવા ૧૦૮નો સંપર્ક કરીનો મોકલવામાં આવતા વહેલી સવારે પાંચેક વાગ્યે ૧૦૮ બોટમાં રાજેશ કુહાડાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લવાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો છે. અકસ્માતના આ બનાવમાં માછીમારી જાળ, વાયર સહિત બોટના પાટીયા દરિયામાં તણાઇ ગયા છે અને અંદાજે આઠ લાખ પિયાનું નુકશાન બોટને થયુ છે. તેથી અજાણ્યા શીપના ચાલક સામે રમેશભાઇ વારલીએ ફરિયાદ નોંધાવતા નવીબંદર મરીન પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચણા આવ્યા ઘણા; રાજકોટ યાર્ડમાં ૬૬ લાખ કિલોની રેકોર્ડ બ્રેક આવક, મિલોની ખરીદી શરૂ
April 07, 2025 03:40 PMપાલિતાણામાં અસામાજિક તત્વોના ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા
April 07, 2025 03:38 PM‘કેમ વારંવાર હોેર્ન મારે છે?’ તેમ કહી બે શખ્સોએ યુવાન પર કર્યો હુમલો
April 07, 2025 03:37 PMએેઅસઆઇમાંથી પીએસઆઇના પ્રમોશન મેળવાનારની પીનીંગ સેરેમની યોજાઇ
April 07, 2025 03:35 PMબિલ ગેટ્સ સામે ભારતીય મૂળની મહિલા એન્જિનિયરનો ગાઝા હત્યાકાંડ પર વિરોધ
April 07, 2025 03:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech