એેઅસઆઇમાંથી પીએસઆઇના પ્રમોશન મેળવાનારની પીનીંગ સેરેમની યોજાઇ

  • April 07, 2025 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પોલીસ બેડામાં ફરજ બજાવતા ૨૧ એએસઆઇને પીએસઆઇ તરીકે બઢતી મળી હતી.દરમિયાન આજરોજ તેમની પીનીંગ સેરેમેની યોજાઇ હતી.જેમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા અને પોલીસ કર્મીના પરિવાર દ્વારા તેમની વર્દી પર સ્ટાર લગાવવામાં આવ્યા હતાં.


રાજકોટ શહેર એસ.ઓ.જી એન.ડી.પી.એસ સેલમાં ફરજ બજાવતા એ.એસ.આઈ ધર્મેશભાઈ ભરતભાઈ ખેરને પી.એસ.આઇ તરીકેનું પ્રમોશન મળતા તથા રાજકોટ શહેરના અન્ય એ.એસ.આઈ કે જેમને પી.એસ.આઇનું પ્રમોશન મળ્યું છે તે કર્મચારીઓની તેમના પરિવાર તથા પોલીસ કમિશનર દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે સ્ટાર સેરેમની કરવામાં આવી હતી.


અત્રે ઉલ્લેખનીય છે કે,તાજેતરમાં રાજકોટ પોલીસ બેડામાં ફરજ બજાવતા ૨૧ એેઅઆઇને પીએસઆઇ તરીકે પ્રોમોશન મળ્યું છે. જેમાં માલવીયાનગરમાં ફરજ બજાવતા પુષ્પાબેન પરમારને ભાવનગર,ગજેરા કિંજલબેનને સુરત,સુધાબેન પાદરિયાને કચ્છ(ભુજ),કાજલબેન માઢકને બોટાદ,રાજકોટ ક્રાઇમબ્રાન્ચમાં ફરજ બજાવતા ચેતનભાઈ ચાવડાને જૂનાગઢ,ગૌતમભાઈ પરમારને સુરત શહેર,ગાંધીગ્રામમાં સાયબર સેલમાં ફરજ બજાવતા જે.કે.જાડેજાને ઇન્ટેલિજેન્સ ગાંધીનગર,રાજુભાઇ કોડિયાતરને અમદાવાદ શહેર,પ્ર. નગરના ડી.વી.ખાંભલાને કચ્છ(પૂર્વ)ગાંધીધામ,એસઓજીમાં ફરજ બજાવતા ડી.બી.ખેરને જૂનાગઢ વિભાગમાં,બાલાસરા ધમેશભાઈને જૂનાગઢ શહેર,કેતનભાઈ ચાવડાને જામનગર,એમ.એમ.કુંભારવાડિયાને કચ્છ(ભુજ),જલદીપસિંહ વાઘેલાને અમરેલી શહેર,એમ.વી.લુવાને અમરેલી શહેર,એ.વી.બકુત્રાને ભાવનગરમાં બદલી સાથે બઢણી આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application