તળાજાના સરતાનપર ગામે આંબલીના ઝાડ નીચે જુગાર રમી રહેલા બે શખ્સોને એલસીબીએ રોકડ રૂ.૨૭,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો તળાજા પોલીસ મથક વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન *બાતમી મળેલ કે, સરતાનપર ગામે ટાવરની બાજુમાં આંબલીના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં ગે.કા. રીતે અમુક માણસો કુંડાળુ વળી પૈસા પાના વતી તીનપત્તીનો હાર જીતનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી જુગાર રમી રહેલા કરણ દિનેશભાઇ (વેગડ ઉ.વ.૨૦ રહે.ટાવરવાળી શેરી, લાલગેટની સામે, સરતાનપર તા.તળાજા જી.ભાવનગર) અને અર્જુન ગણેશભાઇ ચુડાસમા (ઉ.વ.૧૯ રહે.લવિંગના કુવા પાસે, સરતાનપર તા.તળાજા જી.ભાવનગર)ને ઝડપી લીધા હતા. જ્યારે રેઇડ દરમ્યાન રાજ રમેશભાઇ ચૌહાણ (રહે.સરતાનપર તા.તળાજા જી.ભાવનગર)નાસી છૂટતા સ્થળ પરથી રોકડા રૂ.૨૭,૪૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના અરવિંદભાઇ બારૈયા, અશોકભાઇ ડાભી, તરૂણભાઇ નાંદવા અને પ્રવિણભાઇ ગળસર સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ'ની ઉજવણી કરવામાં આવી
May 19, 2025 02:06 PMજામ્યુકોની ટીપીઓ શાખા દ્વારા સર્વે હાથ ધરી જર્જરિત મકાન માલિકોને પાઠવાતી નોટિસ
May 19, 2025 01:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech