અમેરિકામાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસ વચ્ચે ફિલાડેલ્ફિયાના નેશનલ કોન્સ્િટટુશન સેન્ટરમાં રાષ્ટ્ર્રપતિ પદની જોરદાર ડીબેટ થઈ. આ દરમિયાન ટ્રમ્પ અને હેરિસે એકબીજા પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં મિગ્રન્ટસને લઈને બાઈડેન સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મોટાભાગના ઇમિગ્રન્ટસ ગુનેગારો છે, જેઓ અમેરિકાને ખતમ કરી રહ્યા છે.
ચર્ચા દરમિયાન ઇમિગ્રન્ટસ પર હત્પમલો કરતા ટ્રમ્પે કહ્યું કે બાઈડેન સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટસ, આતંકવાદીઓ અને ગુનેગારોને અમેરિકા આવવાની મંજૂરી આપી હતી. આ તેની મોટી ભૂલ છે. જેમાં મોટી સંખ્યામાં ગુનેગારો હતા. આ કારણે અમેરિકામાં હાલમાં ક્રાઈમ રેટ ખૂબ જ ઐંચો છે. ટ્રમ્પે કહ્યું કે આ લોકો જેલમાંથી આવી રહ્યા છે અને અમેરિકન લોકોની નોકરી લઈ રહ્યા છે. તમે જુઓ છો કે સમગ્ર અમેરિકાના શહેરોમાં શું થઈ રહ્યું છે. તેઓ ઇમારતો કબજે કરી રહ્યાં છે. તેઓ હિંસક છે. આપણા પ્રાણીઓ ખાય છે. આપણા દેશને બરબાદ કરી રહ્યા છે. આપણે આ લોકોને બહાર કાઢવા પડશે. પરંતુ બાઈડેન સરકાર તેમનું નેતૃત્વ કરી રહી છે. તેઓ સરહદ કેમ બધં કરતા નથી? ટ્રમ્પે કહ્યું કે હત્પં આ દેશની અર્થવ્યવસ્થાને ટોચ પર લઈ ગયો હતો હવે ફરીથી લઇ જઈશ.
ટ્રમ્પે મહિલાઓને કહેવાની જરૂર નથી કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ: કમલા હેરિસ
વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસે ડીબેટ દરમિયાન ટ્રમ્પની ગર્ભપાત પ્રતિબધં નીતિની ટીકા કરી હતી. હેરિસે કહ્યું કે સરકાર સાથે સહમત થવા માટે કોઈએ પણ પોતાની માન્યતાઓને છોડવાની જર નથી. તેણે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે કોઈ પણ મહિલાઓને કહેવાની જર નથી કે તેણે તેના શરીર સાથે શું કરવું જોઈએ. કમલા હેરિસે કહ્યું કે ટ્રમ્પે સુપ્રીમ કોર્ટના ત્રણ સભ્યોને એ હેતુથી પસદં કર્યા કે તેઓ હવે ૨૦ થી વધુ રાયોમાં ગર્ભપાત પર પ્રતિબધં મૂકી શકે. ડોનાલ્ડ ટ્રમ્પે છ સાહના ગર્ભપાત પ્રતિબંધને સમર્થન આપવાના તેમના નિર્ણયનો બચાવ કર્યેા. ટ્રમ્પના હોમ સ્ટેટ લોરિડામાં ગર્ભપાતનો નિર્ણય મતદાન દ્રારા લેવામાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ડેમોક્રેટસ તેમની ગર્ભપાત નીતિઓમાં કટ્ટરપંથી છે. પરંતુ ગર્ભપાત રાયનો મુદ્દો હોવો જોઈએ. ટ્રમ્પનું માનવું છે કે રાય ગર્ભપાત પર પ્રતિબંધનો નિર્ણય વોટ અથવા કાયદાના આધારે લેશે.
કમલા હેરિસ રાષ્ટ્ર્રપતિ બનશે તો બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઈ જશે: ટ્રમ્પ
યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે ગાઝા–ઈઝરાયેલ યુદ્ધને કેવી રીતે હેન્ડલ કરશે. તેઓ કેવી રીતે આ યુદ્ધનો અતં લાવશે અને હમાસ દ્રારા બંધક બનાવેલા નાગરિકોને પરત લાવશે. આ સવાલ પર તેમણે કહ્યું કે જો તેઓ રાષ્ટ્ર્રપતિ હોત તો આ યુદ્ધ શ ન થયું હોત. તેણે હેરિસ પર ઈઝરાયેલને નફરત કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે જો કમલા હેરિસ રાષ્ટ્ર્રપતિ બનશે તો બે વર્ષમાં ઈઝરાયેલનું અસ્તિત્વ ખતમ થઈ જશે. તેણે હેરિસ પર આરબ લોકોને નફરત કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જો હુ રાષ્ટ્ર્રપતિ બનીશ તો ૨૪ કલાકની અંદર રશિયા–યુક્રેન યુદ્ધનો અતં લાવીશ: ટ્રમ્પ
ડીબેટ દરમિયાન પૂર્વ રાષ્ટ્ર્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા–યુક્રેન યુદ્ધને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ચર્ચા દરમિયાન કહ્યું કે જો હત્પં આ વખતે ફરીથી રાષ્ટ્ર્રપતિ બનીશ તો ૨૪ કલાકની અંદર આ યુદ્ધનો અતં લાવી દઈશ. આજે જો યુક્રેન સ્વતત્રં દેશ તરીકે કામ કરવા સક્ષમ છે તો તેની પાછળ અમેરિકા પણ છે. કમલા હેરિસે પણ ડોનાલ્ડ ટ્રમ્પના આ દાવા પર પ્રહાર કર્યા હતા. તેમણે આ ચર્ચા દરમિયાન કહ્યું કે આપણે બધા ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિથી વાકેફ છીએ. હત્પં તમને જણાવવા માંગુ છું કે ટ્રમ્પની વિદેશ નીતિ સૌથી નબળી રહી છે. આપણે આ પહેલા જોયું જ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech