એક જ રાતમાં જુદી જુદી ત્રણ સોસાયટીમાં આવેલા બે મકાનમાંથી ૨.૮૫ લાખની માલ મતા ઉઠાવી ગયાની પોલીસ ફરિયાદ: ત્રણ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા
જામનગર જિલ્લાના કાલાવડમાં જુદી જુદી ૩ સોસાયટી વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા હતા, અને એકી સાથે પાંચ રહેણાંક મકાનોની નિશાન બનાવી લીધા હતા. જેમાં બે મકાનમાંથી રૂપિયા ૨.૮૫.૦૦૦ ની માલ માતાની ચોરી થઈ ગઈ છે. જયારે અન્ય ત્રણ મકાનમાલિક બહારગામ હોવાથી ચોરીનો અંદાજ જાણી શકાયો નથી. પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કરતાં ત્રણ તસ્કરો કેદ થયા છે. જેની ઓળખ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લાના કાલાવડમાં તસ્કરોએ અતિક્રમણ કર્યું હતું, અને શ્યામ વાટિકા સોસાયટી અવધ રેસિડેન્સી અને હેલિપેડ સોસાયટીમાં એકી સાથે પાંચ મકાનોને નિશાન બનાવી લીધા હતા.
સૌપ્રથમ કાલાવડમાં શ્યામ વાટિકા સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરીના મકાનને નિશાન બનાવી લીધું હતું, અને તે મકાનમાંથી રૂપિયા ૨,૧૦,૦૦૦ ની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સાહિત્ય ૨,૬૦,૦૦૦ ની માલમતા ઉઠાવી ગયા હતા.
આ ઉપરાંત તેના પડોશ માં રહેતા કપિલભાઈ ધરમદાસભાઈ પૂર્ણવૈરાગી ના મકાનમાં પણ તસ્કરોએ ખાતર પાડ્યું હતું, અને ૨૫,૦૦૦ ની રોકડ રકમ ઉઠાવી ગયા હતા.
ત્યારબાદ અન્ય બે સોસાયટીઓ શ્યામ વાટીકા અને હેલિપેડ સોસાયટીમાં પણ ખાતર પાડ્યું હતું, અને આનંદભાઈ રમેશભાઈ સખીયા, રાજેશભાઈ બધેલ તથા અલ્પેશભાઈ બગડાના બંધ રહેણાંક મકાનને પણ નિશાન બનાવ્યા હતા. જો કે તેઓ બહારગામ ગયા હોવાથી તેમાંથી કેટલી રકમ ની ચોરી થઈ છે, તે જાણી શકાયું નથી.
આ બનાવની જાણ થવાથી કાલાવડ ટાઉન ના પોલીસ ઇન્સ્પેક્ટર એન વી આંબલીયા તેમજ સ્ટાફના મયુરસિંહ જાડેજા વગેરે વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા. જેમાં ત્રણ બુકાનની ધારીઓ ચોરીના ઇરાદે આવ્યા હોવાનું નજરે પડ્યું હતું, તેથી પોલીસે તેના ફૂટેજ ના આધારે તસ્કરોને પકડવા માટેની દોડધામ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech