પોરબંદર મહાનગરપાલિકામાં લાયકાત વગરના કર્મચારીને કામ પર રાખ્યાનો થયો ગંભીર આક્ષેપ

  • May 24, 2025 02:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સેનેટરી ઇન્સ્પેકટરની લાયકાત નહી હોવા છતાં એક નિવૃત્ત કર્મચારીને કામ ઉપર રાખ્યા છે તે પ્રકારની આર.ટી.આઇ.માં વિગત મેળવ્યા બાદ પૂર્વ ચેરમેન આ મુદ્ે મ્યુનિસિપલ કમિશ્નર સહિત મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચાડી છે.
પોરબંદર નગરપાલિકાના પૂર્વ સદ્સ્ય અને કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન દિલીપભાઇ કેશુભાઇ ઓડેદરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શહેરી વિકાસના અગ્રસચિવ અશ્ર્વિનીકુમાર તથા શહેરી વિકાસના ઉપસચિવ કોમલ ભટ્ટ સહિત પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર હસમુખભાઇ પ્રજાપતિને કરેલ ગંભીર આક્ષેપ સાથેની ફરિયાદમાં જણાવ્યુ છે કે પોરબંદર મહાનગરપાલિકામાં કર્મચારી કિશોરભાઇ ત્રિવેદી સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. જેઓ હાલ નિવૃત્ત થઇ ગયેલ છે પરંતુ તેઓને હાલ સેનેટરી ઇન્સ્પેકટર. તરીકેનો ઓર્ડર કરી નોકરી ઉપર ફરી નિમણૂંક કરેલ હોય જેની પાસે એસ.આઇ. તરીકેની કોઇ શૈક્ષણિક લાયકાત ન હોય તથા કોઇ જાતનો અનુભવ ન હોય છતાં પોરબંદર નગરપાલિકાએ વર્ગ-૩માં એસ.આઇ. તરીકે કામ ઉપર રાખેલ  છે તેવો ગંભીર આક્ષેપ કર્યો છે અને આર.ટી.આઇ.માં પણ તેવી માહિતી અપાઇ છે કે તેમની શૈક્ષણિક લાયકાત અંગે કોઇ માહિતી નથી તેથી કયા આધારે ભરતી કરી? તેવો સવાલ દિલીપભાઇ ઓડેદરાએ ઉઠાવ્યો છે. વધુમાં ગંભીર આક્ષેપ કરતા પૂર્વકારોબારી ચેરમેન દિલીપ કેશુભાઇ ઓડેદરાએ જણાવ્યુ હતુ કે  આજ અધિકારીએ ભૂતકાળમાં નગરપાલિકા પાસેથી પોતાનો હકક હિસ્સો મેળવી લીધેલ હોય અને આવા અધિકરીઓએ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર કરેલ હોય તેવી પણ શકયતા છે.
આ અધિકારીઓ ૨૦૨૪માં નિવૃત થયેલ છે અને તેઓના હકક હિસ્સાના પૈસા  મેળવી લીધેલ છે. અને તેની અગાઉ જે કર્મચારી નિવૃત્ત  થયા તેના હકક હિસ્સા આજની તારીખે પણ બાકી બોલે છે. પોતાની પ્રાયોરીટી આગળ કરાવી લીધેલ છે અને આવા કર્મચારીને છાવરવામાં આવે તે મહાનગરપાલિકાના હિતમાં નથી. તો કોના અંગત સ્વાર્થ માટે નિવૃત્ત અધિકારીઓને કામ ઉપર રાખેલ હોય તથા તેઓને નગરપાલિકાની તિજોરીમાંથી પ્રજાના તથા સરકારના પૈસા નિવૃત્ત થયેલા લોકોને લાખો ‚પિયા જેવી રકમના ચુકવણા કરી આપેલ હોય તો તેની જવાબદારી કોની રહેશે આમાં કિશોરભાઇ ત્રિવેદીના નિવૃત્તિના નજીકના સમયમાં કર્મચારીને કામ ઉપર લઇ અને ભ્રષ્ટાચાર થતો હોય તેવું અમારી જાણમાં આવતુ હોય, માટે આવા નિવૃત્ત કર્મચારીની જગ્યાએ  શૈક્ષણિક લાયકાત ધરાવતા અન્ય અધિકારીની નિમણૂંક મહાનગરપાલિકા કોેન્ટ્રાકટ બેઇઝથી કરી શકે તેમ છે. તેમ નવી યંગ જનરેશનને રાખવામાં આવે જેથી નવા લોકોને નોકરીની તકો પણ મળી શકે માટે આપને અમારી અરજ છે કે અન્ય અધિકારીની નિમણૂંક કરી પોરબંદર મહાનગરપાલિકામાં થતા મોટા પાયે ભ્રષ્ટાચારને અટકાવી અને યોગ્ય કરવા અપીલ છે. તેમ દિલીપભાઇ કેશુભાઇ ઓડેદરાએ જણાવ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application