ગુજરાતી સાહિત્ય જગતમાં આજે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતા પત્રકાર, વાર્તાકાર, નવલકથાકાર અને ચરિત્રનિબંધોના લેખક પંડ્યા રજનીકુમારનું 86 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેમના નિધનથી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રજનીકુમાર પંડ્યાને ગ્રામપત્રકારત્વ ક્ષેત્રે તેમના યોગદાન બદલ રાજ્ય સરકારનો એવોર્ડ, સ્ટેટ્સમેન એવોર્ડ, ટૂંકી વાર્તા માટે સરોજ પાઠક એવોર્ડ અને ધૂમકેતુ એવોર્ડ જેવા અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2003માં તેમને કુમાર સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ, ગુજરાતી સાહિત્ય પરિષદના એવોર્ડ, પત્રકારત્વમાં ગુજરાત સરકારનો ઉત્તમ એવોર્ડ, હરિ ઓમ આશ્રમ એવોર્ડ, કલકત્તાના સ્ટેટ્સમેન અખબારનો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને દૈનિક અખબાર સંઘ એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા.
જેતપુરમાં જન્મેલા રજનીકુમારે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.કોમની ડિગ્રી મેળવી હતી. તેમનું બાળપણ બીલખામાં વીત્યું હતું, જ્યાં તેમના પિતાજી બીલખા સ્ટેટના સગીર-રાજવી વતી કારભાર સંભાળતા હતા. દેશી રાજ્યોના વિલીનીકરણ બાદ તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ બીલખા, ચરખા, ગોપાલગ્રામ, ઢસા અને જેતપુરમાં મેળવ્યું હતું. તેમની માતા શિક્ષિત હોવાથી તેમને બાળપણથી જ વાંચન અને લેખનનો શોખ હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMટોચના ગુજરાતી સહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન
March 15, 2025 10:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech