શાકભાજીમાં વિટામીન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે, તેથી આહારમાં શક્ય તેટલી વિવિધ પ્રકારની શાકભાજીનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. મોટાભાગના ઘરોમાં એક વાત સામાન્ય છે કે કોઈપણ શાકભાજી બનાવવા માટે ડુંગળીમાંથી મસાલા બનાવવામાં આવે છે. ડુંગળી પણ ગુણોની ખાણ છે અને તેમાં અનેક સ્વાસ્થ્ય લાભો છે. પરંતુ ડુંગળીની છાલનો ઉપયોગ કરવાને બદલે તેને ડસ્ટબિનમાં ફેંકી દેવામાં આવે છે. ડુંગળીની જેમ તેની છાલ પણ ઘણા પોષકતત્વોથી ભરપૂર હોય છે અને તેની મદદથી તમે ઘરના ઘણા કામ પૂરા કરી શકો છો.
ફલેવોનોઈડ્સ, ક્વેર્સેટિન, એલ-ટ્રિપ્ટોફેન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન એ, ઈ અને સી ઉપરાંત, ઘણા એન્ટીઑકિસડન્ટો પણ ડુંગળીની છાલમાં જોવા મળે છે. તેથી કોઈએ ડુંગળીની છાલને ફેંકી દેવાની ભૂલ ન કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે ડુંગળીની છાલનો ઉપયોગ શેમાં માટે કરી શકાય છે.
ડુંગળીની છાલ વાળ ખરવાનું કરશે બંધ
ડુંગળીની છાલને પાણીમાં ઉકાળો, તેને ઠંડુ કરો અને પછી આ પાણીથી માથા પર થોડીવાર માલિશ કર્યા પછી, વાળ ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે. આ સિવાય ડુંગળીની છાલના પાણીમાં એલોવેરા મિક્સ કરીને લગાવો. તે ડેન્ડ્રફથી છુટકારો મેળવવા ઉપરાંત વાળ ખરતા પણ ઘટાડે છે. તમે ડુંગળીની છાલને મિક્સરમાં પીસીને બારીક પાવડર પણ બનાવી શકો છો અને તેને એલોવેરા સાથે મિક્સ કરીને પણ લગાવી શકો છો.
ત્વચા માટે ડુંગળીની છાલ
ડુંગળીની છાલમાં વિટામિન A, C અને E હોય છે, તેથી તે તમારી ત્વચા માટે પણ ફાયદાકારક છે. ડુંગળીની છાલના પાણીમાં ચણાનો લોટ અને એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને તમારા ચહેરા પર 15 થી 20 મિનિટ સુધી લગાવો અને પછી ચહેરો ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પેક લગાવવાથી ચહેરા પરના ડાઘ દૂર થવા લાગે છે.
ડુંગળીની છાલ મચ્છરોથી બચવાશે
તમે ડુંગળીના છાલની ગંધ વડે માખીઓ અને મચ્છરોને ભગાડી શકો છો. આ માટે ડુંગળીની છાલને પાણીમાં પલાળી દો અને તેને સ્પ્રે બોટલમાં ભરી લો. આ પાણીનો છંટકાવ કરવાથી માખીઓ, મચ્છર અને અન્ય જીવજંતુઓ દૂર રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech