હાપા માર્કેટીંગ યાર્ડ પાસે રુા. ૧૦ કરોડના ખર્ચે, મહાકાળી સર્કલથી બેડી સર્કલ રીંગરોડ રુા. ૧૩.૭પ કરોડના ખર્ચે અને પમ્પહાઉસ પાછળ રુા. ૧૩.ર૯ કરોડના ખર્ચે બનશે અદ્યતન આરોગ્ય કેન્દ્ર: બે આરોગ્ય કેન્દ્ર ટુંક સમયમાં જ પૂર્ણ થઇ જશે
જામનગર શહેરમાં કોર્પોરેશન દ્વારા આરોગ્યની ચિંતા કરવામાં આવી છે, સાત લાખથી વધુ વસ્તીના લોકોને વધુને વધુ આરોગ્ય સુવિધા મળે તે માટે કોર્પોરેશન કટીબઘ્ધ છે, એટલું જ નહીં જામનગર શહેરમાં એકીસાથે લગભગ ૩૭ કરોડના ખર્ચે અદ્યતન ત્રણ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ શરુ થઇ ચૂક્યું છે, એક કેન્દ્ર ૯પ ટકા પૂર્ણ થયું છે, બીજું આરોગ્ય કેન્દ્ર ૮૦ ટકા પું થઇ ગયું છે અને ત્રીજા આરોગ્ય કેન્દ્રનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, ત્યારે આગામી દિવસોમાં આ ત્રણેય આરોગ્ય કેન્દ્ર પુરા થઇ ગયા બાદ લગભગ ત્રણ લાખની વસ્તીને આ આરોગ્ય કેન્દ્રનો લાભ મળશે, જેને કારણે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા થોડી ઘટશે અને દવાનું ભારણ પણ ઘટશે, કોર્પોરેશન દ્વારા અનેક વિકાસકાર્યોની ભરમાળ બજેટમાં આપવામાં આવી છે અને લાલપુર રોડ પાસેનું આરોગ્ય કેન્દ્ર તો ફેબ્રુઆરી રપ સુધીમાં પું કરી દેવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યું છે.
શહેરમાં બની રહેલા આરોગ્ય કેન્દ્રની વાત લઇએ તો અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ ટીપી સ્કીમ નં. ર, સર્વે નં. ર૩, ઓરીજીનલ પ્લોટ ર૧ અને અંતિમ પ્લોટ ૬૧ વાળી જગ્યામાં રુા. ૧૦ કરોડના ખર્ચે યુએચસી (હોસ્પિટલ બિલ્ડીંગ) બનાવવાનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે, જે ઓગષ્ટ મહિનાના અંતમાં પું થઇ જશે તેમ કોર્પોરેશનમાંથી જાણવા મળ્યું છે, આ કામ બી.જે. ઓડેદરા કરી રહ્યા છે.
મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટે. ચેરમેન નિલેષ કગથરા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, સીટી ઇજનેર ભાવેશ જાની અને પ્રોજેકટ પ્લાનીંગના નાયબ ઇજનેર રાજીવ જાની સતત માર્ગદર્શન આપી રહ્યા છે અને આ આરોગ્ય કેન્દ્ર ઝડપભેર થાય તે માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે, આશરે ૩૭ કરોડના ખર્ચે આ ત્રણેય આરોગ્ય કેન્દ્ર જામનગરમાં થઇ જશે, જામનગર શહેરની પણ હદ વધી છે, વસ્તી પણ ૭ લાખને પાર કરી ગઇ છે, ત્યારે સૌરાષ્ટ્રની મોટામાં મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઇન લાગે છે, તેમાં ઘટાડો થશે, અલગ અલગ ત્રણ વિસ્તારોમાં આ હોસ્પિટલ થવાથી ઘણા લોકોને લાભ મળશે.
બીજી હોસ્પિટલ કે જે એપ્રિલ-૨૦૨૪ માં પૂરી થઇ જશે, આદર્શ સ્મશાનથી સ્વામીનારાયણ સોસાયટી તરફ જતા રોડ પર એક કી.મી. લંબાઇ, ૧૩ મીટર પહોળાઇ કરવાનું કામ એક તરફ ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ મહાકાળી સર્કલથી બેડી સર્કલ રીંગ રોડ પર મયુર વાટીકા સામે રેવન્યુ સર્વે નં. ૧૭પ વાળી જગ્યામાં આરોગ્ય કેન્દ્ર બનશે જેનો ખર્ચ રુા. ૧.૭પ કરોડ કરવામાં આવશે, જે માર્ચ ર૦ર૪ માં એટલે કે એકાદ મહિનામાં પૂરી જશે, આ કામ સ્ટાન્ડર્ડ બિલ્ડકોન સંભાળી રહ્યું છે.
લાલપુર રોડ ઉપર ત્રીજી હોસ્પિટલનું નિર્માણ શરુ થઇ ગયું છે, પમ્પ હાઉસ પાછળ રેવન્યુ સર્વે નં. ૧૨૧૭/ર/૧ વાળી જગ્યામાં આરોગ્ય કેન્દ્ર બની રહ્યું છે, જેનો ખર્ચ ૧૩.ર૯ કરોડ થશે, આ કામ ફેબ્રુઆરી ર૦રપ સુધીમાં પું કરી દેવામાં આવશે, વ્હેલ બીલ્ટ કંપની આ કામ કરી રહી છે.
જામનગર શહેરમાં વોર્ડ નં. પ, ૬, ૭, ૮, ૧ર, ૧૩, ૧૪, ૧પ અને ૧૦, ૧ર, ૧ર ને પણ આ હોસ્પિટલનો લાભ મળશે, આ ઉપરાંત ગરીબ લોકોને આ હોસ્પિટલ થઇ જવાથી જી.જી. હોસ્પિટલ સુધી ધક્કા ખાવાની જરુર રહેશે નહીં, જામનગર શહેરમાં આરોગ્યની ખૂબ જ ખામી હતી, જો કે પીએચસી કેન્દ્ર પણ કાર્યરત છે, શહેરની મઘ્યમાં કેદાર લાલ હોસ્પિટલ હવે શરુ થઇ ચૂકી છે, જેથી લોકોને પણ લાભ મળી રહ્યો છે, અધૂરામાં પું હોય તેમ એક હોસ્પિટલ આ મહિનાના અંતમાં, બીજી હોસ્પિટલ ઓગષ્ટના અંતમાં અને ત્રીજી હોસ્પિટલ ફેબ્રુઆરી-૨૦૨૫ મહિનામાં પૂરી થઇ જશે, આરોગ્ય અને આનુસાંગિક સેવા માટે રુા. પ૦ લાખની જોગવાઇ પણ કરવામાં આવી છે, જામનગરના છેવાડાના લોકોને આરોગ્યની સેવાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ જામનગર શહેરમાં લાંબા સમય બાદ રુા. ૩૭ કરોડના ત્રણ-ત્રણ સામુહિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યા છે, જે જામનગરવાસીઓ માટે પણ સારા સમાચાર કહી શકાય, આમ જામનગર આધુનિક સેવામાં અવ્વલ નંબર બની રહેશે.
***
શહેરના ૩ લાખ નગરજનોને મળશે વિશિષ્ટ આરોગ્ય સેવા
જામનગર મહાનગરપાલિકા દ્વારા ૩૭ કરોડના ખર્ચે અલગ અલગ ત્રણ જગ્યાએ અદ્યતન સામુહિક આરોગ્ય કેન્દ્ર બની રહ્યા છે, જેનાથી લગભગ ૧૦ થી વધુ વોર્ડના ૩ લાખ લોકોને આરોગ્ય સેવાનો લાભ મળશે, ખાસ કરીને ઢીંચડા રોડ, હાપા અને લાલપુર રોડ પર પમ્પહાઉસ પાસે જે નવા આરોગ્ય કેન્દ્ર બનશે તેમાં સરકારના આદેશ મુજબ અદ્યતન સુવિધા લોકોને આપવામાં આવશે, બે આરોગ્ય કેન્દ્ર તો ઝડપથી પૂર્ણ થઇ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech