શહેરના દેવપરા મેઇન રોડ પાસેથી ૨.૮૦ લાખના પાઇપની ચોરી થઈ હતી. જે અંગે કોર્પેારેશનના કોન્ટ્રાકટર દ્રારા ફરિયાદ કરવામાં આવતા ભકિતનગર પોલીસે તપાસ શ કરી હતી. દરમિયાન પટેલનગરમાં બગીચામાં ચોરીના આ માલનો આરોપીઓ હિસાબ કરતા હોય ત્યારે જ પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં મુખ્ય કાવતરાખોર પાઇપની ચોરી કરનાર બે શખ્સ અને ખરીદનારનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી રોકડ .૧.૮૦ લાખ કબજે કર્યા હતાં. પાઇપની ચોરી કર્યા બાદ આ માલ કાયદેસરનો હોય તેવું લખાણ પણ કરવામાં આવ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, આરએમસીના કોન્ટ્રાકટરે ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને મહાપાલિકા તરફથી ખોખડદળ નદીથી દેવપરા મેઇન રોડ સુધી પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાકટ મળ્યો હોય જેથી દેવપરા મેઇન રોડ પર શ્રમશ્રધ્ધા ચોકથી આગળ આરોગ્ય કેન્દ્ર પાસે કામ કરવા માટે જિંદાલ કંપનીના ડીઆઇ( ડકટાઇલ આર્યન) પાઇપ ૧૦ અહીં રાખ્યા હતાં.દરમિયન આ પાઇપ પૈકી પાંચ પાઇપ કિંમત પિયા ૨.૮૦ લાખની ચોરી થયા અંગે તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઇ ભકિતનગર પોલીસ મથકના પીઆઇએમએમ એમ.એમ.સરવૈયાની રાહબરી હેઠળ પીએસઆઇ જે.જે. ગોહિલ તથા ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન કોન્સ્ટેબલ પ્રકાશભાઈ મકવાણા અને કુલદીપસિંહ ઝાલાને એવી બાતમી મળી હતી કે, ચોરી થયેલ પાઇપની ચોરી કરનાર મુખ્ય કાવતરાખોર યુવરાજસિંહ ગોહિલ તથા તેના સાગરીતો હાલ પટેલનગરમાં રાજા રામ મંદિર પાસે બગીચે ચોરી કરેલા આ માલના હિસાબ બાબતે ભેગા થયા છે. જેથી પોલીસની ટીમ અહીં પહોંચી અહીંથી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. જેમાં અમીન જુસબભાઈ દોઢીયા (ઉ.વ ૪૮ રહે. મહંમદી બાગ,પરીન ફર્નિચર પાછળ ગોંડલ રોડ), યુવરાજસિંહ સહદેવસિંહ ગોહિલ (ઉ.વ ૨૮ રહે લોઠડા), નવાઝ યુસુફભાઈ સવાણ (ઉ.વ ૨૬ રહે. લેઉવા પટેલ સોસાયટી શેરી નંબર ૨, જંગલેશ્વર મેઇન રોડ) તથા અરબાઝ અજીતભાઈ પતાણી(ઉ.વ ૨૫ રહે. બાબરીયા કોલોની, રાધાકૃષ્ણ સોસાયટી) નો સમાવેશ થાય છે.પોલીસે આરોપીઓ પાસેથી રોકડ પિયા ૧.૮૦ લાખ કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે, આ ચોરીમાં યુવરાજસિંહ મુખ્ય કાવતરાખોર છે તેણે અન્ય બે આરોપી નવાઝ અને અરબાઝને પાઇપ ચોરી કરવા માટે કહ્યું હતું પાઇપ ચોરી કર્યા બાદ તેનું કટિંગ કરાવી આ પાઇપ અમીન દોઢીયાને વેચ્યા હતા આ માટેનું કાયદેસરનું લખાણ પણ કરી આપ્યું હતું. જે નોટરી લખાણ પોલીસે કબજે કયુ છે.
આરોપીઓ પૈકી અરબાઝ અગાઉ રાયોટ, દા સહિતના પાંચ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા ડીડીઓની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
May 19, 2025 11:28 AMજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech