સિંચાઇ વિભાગ દ્વારા ૩૧ મે પૂર્વે પ્રિ-મોનસુનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
ા.૧ કરોડથી વધુનો ખર્ચ થશે: ચોમાસા પૂર્વે આગોત આયોજન હાથ ધરાયું
જામનગર જિલ્લાના સિંચાઇ વિભાગ દ્વારા ૧૪ ડેમની પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત ા.૧ કરોડથી વધુના ખર્ચે તમામ ડેમના દરવાજાને ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે, તદુપરાંત ડેમ સાઇટની નીચે સાફ-સફાઇ કરવામાં આવશે, સિંચાઇ વિભાગ દ્વારા આ કામગીરી આગામી તા.૩૧ મે સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
જામનગર જિલ્લામાં સિંચાઇ વિભાગ હસ્તક ઉંડ-૧, સસોઇ, ફુલઝર-૨, રંગમતી, પાવટી, પન્ના, ફુલઝર-૧, સપડા, વિજરખી, વોડીશાંગ, ડાયમીણસાર, કંકાવટી, ઉંડ-૩ અને ફોફળ-૨ ડેમ આવેલા છે, આ તમામ ડેમોની કુલ સંગ્રહ ક્ષમતા ૬૬૧૩.૨૭ મીટર ઘન ફુટ છે, જામનગર જિલ્લામાં સામાન્ય રીતે ૧૫ જુનથી ચોમાસાનું વિધીવત આગમન થાય છે ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા તમામ ૧૪ ડેમની પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી છે. ા.૧ કરોડથી વધુના ખર્ચે શ કરાયેલી પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત તમામ ડેમના દરવાજાને ઓઇલીંગ અને ગ્રીસીંગ કરવામાં આવશે. આટલું જ નહીં ડેમસાઇટની નીચે કે જયાં ડેમ ઓવરફલો થયા બાદ પાણી વહેતું હોય તે સ્થળે ઉગી નિકળેલા ઝાડી-ઝાકળાનું કટીંગ કરવામાં આવશે. તદુપરાંત આ સ્થળે જમા થઇ ગયેલો માટીનો કાપ તેમજ અન્ય કચરો પણ દુર કરવામાં આવશે. તમામ ડેમને પ્રિ-મોનસુન કામગીરી આગામી તા.૩૧ મે સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સિંચાઇ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો છે જેથી ચોમાસામાં વરસાદ થતાં ડેમના દરવાજા યોગ્ય રીતે કામ કરી શકે તેમજ ડેમ ઓવરફલો થતાં નીચેની સાઇટ પરથી પાણીનો પ્રવાહ યોગ્ય રીતે વહી શકે.