નવા વર્ષની શઆત અદભૂત ખગોળીય ભવ્યતા સાથે થશે, કારણ કે વર્ષનો પ્રથમ ઉલ્કાવર્ષા, જેને કવાડ્રેન્ટિડ કહેવાય છે તે ૩ અને ૪ જાન્યુઆરીએ તેની ટોચે પહોંચશે. ઉલ્કાવર્ષા ત્યારે થાય છે યારે પૃથ્વી ધૂમકેતુ અથવા એસ્ટરોઇડ દ્રારા છોડવામાં આવેલા કણોમાંથી પસાર થાય છે, જેના કારણે આકાશમાં રંગબેરંગી પ્રકાશના પટ્ટાઓ દેખાય છે. આ ખગોળીય ઘટના વહેલી સવારના સમયે જોઈ શકાય છે.
ઇન્દિરા ગાંધી પ્લેનેટોરિયમના વરિ વૈજ્ઞાનિક અધિકારી સુમિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, કવાડ્રેન્ટિડસને બુટિડસ પણ કહેવામાં આવે છે અને તેનું નામ કવાડ્રાન્સ મુરાલિસ નક્ષત્ર પરથી લેવામાં આવ્યું છે. આ ઉલ્કાવર્ષા વર્ષની પ્રથમ અને સૌથી તેજસ્વી હોઈ શકે છે, તે ૩ અને ૪ જાન્યુઆરીની વચ્ચે રાત્રિના આકાશને પ્રકાશિત કરશે.
જો કે, ચતુથાશ ઉલ્કાવર્ષા ૨૭મી ડિસેમ્બરથી શ થઈ છે અને ૩જી જાન્યુઆરી સુધીમાં તેની ટોચ પર પહોંચશે. સુમિત શ્રીવાસ્તવે એ પણ જણાવ્યું કે 'કવાડ્રેન્ટિડસ ચાર મુખ્ય વાર્ષિક ઉલ્કાવર્ષામાંથી એક છે. અન્ય ત્રણ લિરિડસ, લિયોનીડસ અને ઉર્સિડ છે, જે તેમના ખાસ શિખર સમયગાળા માટે પ્રખ્યાત છે.
આ ઘટના અંગે નાસાના જણાવ્યા અનુસાર, આ ઉલ્કાવર્ષા તેના શિખર પર પ્રતિ કલાક ૧૨૦ ઉલ્કાઓ પેદા કરી શકે છે અને તે વર્ષની સૌથી અસરકારક ખગોળીય ઘટના બની શકે છે. નાસાએ સૂચન કયુ છે કે આ સુંદર નજારો જોવા માટે, રાત્રે અને વહેલી સવારના સમયે શહેરની લાઇટથી દૂર કોઈ ખુલ્લી જગ્યા પર જાઓ.
ઉલ્કાવર્ષા એ એક ખગોળીય ઘટના છે જેમાં એક જ સમયે મોટી સંખ્યામાં ઉલ્કાઓ આકાશમાં બળતી જોવા મળે છે. આ ત્યારે થાય છે યારે પૃથ્વી તેની ભ્રમણકક્ષામાં એવી જગ્યાએથી પસાર થાય છે યાં ધૂમકેતુ અથવા એસ્ટરોઇડ દ્રારા છોડવામાં આવેલી ધૂળ અને કાટમાળનું કલસ્ટર હોય છે. યારે આ ધૂળના કણો અને કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, ત્યારે તે ઘર્ષણને કારણે ગરમ થાય છે અને સળગવા લાગે છે અને આકાશમાં ઝળહળતી લાઇટ તરીકે દેખાય છે. આપણે તેને ખરતો તારો પણ કહીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech