બામણબોર જીઆઇડીસીમાં આવેલા માર્બલના કારખાનામાં રાત્રિના તસ્કરોએ અહીંથી બોરવેલના દારની મોટરમાંથી કેબલ વાયર અને લોખંડના સ્ટેન્ડ સહિત કુલ પિયા ૨૦,૦૦૦ ના સામાનની ચોરી કરી હતી. જે અંગે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં એરપોર્ટ રોડ પર વસુંધરા રેસીડેન્સી બ્લોક નંબર ૭ માં રહેતા જયપ્રકાશભાઈ ઇન્દરચદં મુંદળા(ઉ.વ ૬૪) દ્રારા એરપોર્ટ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને બામણબોર જીઆઇડીસી સામે ડેકોરા ગ્રેનાઇટ એન્ડ માર્બલ નામનું કારખાનું આવેલું છે જે હાલમાં બધં હાલતમાં હોય પરંતુ અહીં નજીકમાં તેમની બીજી ફેકટરી આવેલી હોય અને તેના મજૂરો અહીં રહે છે.
દરમિયાન તારીખ ૩૧૧ ૨૦૨૪ ના જયપ્રકાશભાઈ અહીં કારખાને આટો મારવા આવ્યા હતા. બાદમાં બીજા દિવસે સવારે ૯:૦૦ વાગ્યા આસપાસ મેનેજર અશોકભાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, આપણા કારખાનામાં ખુલ્લા પ્લોટમાં આવેલ બોરવેલના દારની મોટરનો કેબલ વાયર તથા સ્ટેન્ડની ચોરી થઈ ગઈ છે. જેથી ફરિયાદી અહીં કારખાને આવી તપાસ કરતા માલુમ પડું હતું કે, તા.૩૧૧૨૦૨૪ ના રાત્રીના ૧૧:૦૦ વાગ્યાથી લઈ તારીખ ૧૨૨૦૨૪ ના સવારના ૦૬:૦૦ વાગ્યા દરમિયાનના સમયગાળામાં કોઈ શખસે અહીંથી બોરવેલના દારની મોટરનો કેબલ વાયર તથા લોખંડનું મોટર કાઢવાનું સ્ટેન્ડ સહિત કુલ પિયા ૨૦,૦૦૦ ના સામાનની ચોરી કરી ગયું હતું. જેથી આ અંગે તેમણે એરપોર્ટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે કારખાનેદારની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ગુજરાતે કલકત્તાને 39 રને હરાવ્યું, શુભમન ગિલ રહ્યો મેચનો હીરો
April 21, 2025 11:38 PMરાજકોટમાં SOGનો સપાટો: શાસ્ત્રીમેદાનમાંથી ગાંજાના મોટા જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
April 21, 2025 09:18 PMસુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ
April 21, 2025 08:37 PMગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત: રાજકોટ 42 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાત શહેરોમાં 40ને પાર
April 21, 2025 08:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech