સુરતમાં નકલી હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂનું કૌભાંડ ઝડપાયું, 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત, 3ની ધરપકડ

  • April 21, 2025 09:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત પોલીસે અમરોલી વિસ્તારમાં એક મોટા નકલી શેમ્પૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. વરિયાવમાં છેલ્લા આઠ વર્ષથી એક ગોડાઉનમાં જાણીતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ હેડ એન્ડ સોલ્ડરના નામે નકલી શેમ્પૂ બનાવવામાં આવી રહ્યું હતું. ઠગો ઓછી ગુણવત્તાવાળા શેમ્પૂની બોટલો પર અસલી કંપનીના સ્ટિકર લગાવીને ઓનલાઈન પોર્ટલ દ્વારા દેશભરના બજારમાં વેચી રહ્યા હતા.


પોલીસે આ ગોડાઉન પર દરોડો પાડીને ડુપ્લિકેટ શેમ્પૂના 16 બોક્સ અને મોટી સંખ્યામાં કંપનીના સ્ટિકર સહિત કુલ 16.39 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ - ડેનિશ વિરાણી, જૈમીલ ગાબાણી અને અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.


પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે અસલી હેડ એન્ડ સોલ્ડરની એક બોટલની કિંમત જ્યાં રૂ. 1199 છે, ત્યાં આ ઠગો ગ્રાહકોને બે નકલી બોટલ સસ્તા ભાવે વેચીને છેતરી રહ્યા હતા. આ અંગે કંપનીના વિક્રેતાને જાણ થતાં તેમણે અમરોલી પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ હવે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


બાતમીના આધારે પીઆઇ જે.બી.વનાર સહિતની ટીમે અહીં છાપો માર્યો હતો. વરિયાવ ટી પોઈન્ટ પાસે ગોડાઉન પર પોલીસ પહોંચતાં અહીંથી 16 બોક્સ, ડુપ્લિકેટ શેમ્પૂના સ્ટિકર સહિત16.36 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application