શરીરસુખની માગણી કરતા વૃદ્ધ દેરાણી-જેઠાણીએ ઇન્કાર કર્યો ને પછી બંન્નેને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી, ગુજરાતની ચોંકાવનારી ઘટના

  • April 21, 2025 06:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદમાં 14 એપ્રિલના રોજ વૃદ્ધ દેરાણી-જેઠાણીની હત્યા કરાયેલી હાલતમાં લાશો મળી હતી. આ ઘટનાનો ભેદ પોલીસ ઉકેલી નાખ્યો છે અને હત્યારાને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. હત્યારાની પૂછપરછ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે, હત્યારાએ વૃદ્ધ દેરાણી-જેઠાણી પાસે પહેલા શરીરસુખની માગણી કરી હતી. જોકે બન્નેએ ઇન્કાર કર્યો હતો. બાદમાં હત્યારાએ બન્નેને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ હત્યારો મધ્યપ્રદેશ ભાગી ગયો હતો.


આરોપી પોતે ચાર દીકરાનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. આરોપી ચાંગોદરમાં આવેલી એક કંપનીમાં છેલ્લા ત્રણ મહિનાથી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


એક જ દિવસે બે વૃદ્ધાની હત્યાથી પોલીસ પણ ચોંકી ઊઠી હતી

આ ઘટના એવી હતી કે, અમદાવાદના ચાંગોદરના ઔદ્યોગિક વિસ્તારમાં કચરો વીણવાનું કામ કરતી વૃદ્ધ દેરાણી-જેઠાણીની 14મી એપ્રિલે સવારના સમયે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ઔદ્યોગિક વિસ્તારનો કચરો જ્યાં ઠાલવવામાં આવે ત્યાંથી બંનેની લાશ મળી આવતાં હત્યાનો ભેદ ઉકેલવો પોલીસ માટે મોટો પડકાર હતો. જે-તે સમયે પોલીસે આસપાસના સીસીટીવી તપાસ્યા, પણ કંઇ મળ્યું ન હતું. એક જ દિવસે બે વૃદ્ધાની હત્યાના કારણે પોલીસ ચોંકી ઊઠી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ અલગ ચાર ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પોલીસે કુલ 150 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા અને ત્યાર બાદ આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરોની પૂછપરછ શરૂ કરી હતી.


પોલીસ આ રીતે હત્યારા સુધી પહોંચી

ચાંગોદર વિસ્તારમાં થયેલા ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે પોલીસે આસપાસની ફેક્ટરીઓમાં કામ કરતા લેબરની પૂછપરછ શરૂ કરી હતી. એક ફેક્ટરીમાંથી આ બનાવ બાદ એક વ્યક્તિ ગાયબ હતી. આવી એક માહિતી પોલીસને તેના બાતમીદાર પાસેથી મળી અને પોલીસ બીજી તરફ ટેક્નિકલ એનાલિસિસ કરી રહી હતી. જે વ્યકિત ગાયબ હતી તેનું લોકેશન મધ્યપ્રદેશથી મળતાં પોલીસની એક ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી. ત્યાંથી ભોલે લાલમન નામના શખસને ઝડપી પૂછપરછ કરતાં તેણે જ આ બંને વૃદ્ધાની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application