મોરારીનગરમાં પિતાની માલિકીના મકાનના રૂમ ભાડે બતાવવા માટે જતા યુવકની માતાએ માથાકૂટ કરી હતી દરમિયાન યુવકે તેના દાદા-દાદીને ફોન કરીને બોલાવતા તેની માતાએ પણ પોતાના ભાઇઓ સહિતને ફોન કરી બોલાવતા બધા આવી ગયા હતા અને યુવક ઉપર તેના મામા સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કર્યો હતો. પ[પૌત્રને બચાવવા વચ્ચે પડેલા દાદા-દાદીને પણ મારમારવામાં આવતા ત્રણેયને ઇજા થતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ નિલકંઠ સિનેમા પાછળ ટી.પી. માર્ગ-૪માં રહેતાં શાહીદ સલીમભાઇચુડાસમા (ઉ.વ.૧૯)એ ભક્તિતગર પોલીસમાં તેના મામા સદામ અબ્દુલભાઇ ગોધાવીયા, અમીન ઇકબાલભાઇ ગોધાવીયા, રઝાક વલીભાઇ ગોધાવીયા, ફિરોઝ રઝાકભાઇ ગોધાવીયા અને રેશ્માબેન સલિમભાઇ ચુડાસમાના નામ આપ્યા છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા કાકા અલ્તાફ ઇકબાલભાઇ ચુડાસમા સાથે હું રહુ છું અને આત્મીય કોલેજમાં અભ્યાસ કરુ છું. મારા માતા-પિતાને છેલ્લા પાંચેક મહિનાથી મનમેળ ન હોવાથી તેઓ અલગ અલગ રહે છે. મારાથી નાના બે ભાઇ-બહેન માતા રેશ્માબેન સાથે મારા પિતાની માલિકીના મકાનમાં મોરારીનગર-૬માં રહે છે. મારા માતા પોતે આ મકાનમાં રહે છે પણ મને અને મારા પિતાને અહિ રહેવા દેતાં ન હોઇ જેથી અમે મારા કાકાના ઘરે રહીએ છીએ.
રાત્રે નવેક વાગ્યે હું અને મારા કાકા અલ્તાફભાઇ બંને મોરારીનગર-૬ના અમારે ઘરે ગયા હતાં. અમારે બે રૂમ ભાડે આપવાની હોઇ જેથી ભાડુઆતને બતાવાવ માટે ગયા હતાં. આ વખતે મારા મમ્મી રેશ્માબેને મારી અને મારા કાકા સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. જેથી મેં મારા પિતાને ફોન કર્યો હતો. જેથી મારા પિતા તેમજ દાદા ઇકબાલભાઇ સાજીદભાઇ ચુડાસમા (ઉ.વ.૭૦), દાદી હલુબેન (ઉ.વ.૭૦) પણ આવ્યા હતાં. મારા મમ્મીએ ફોન કરીને મારા મામા સદામ ગોધાવીયા તેમજ તેની સાથે અમીન, રજાક, ફિરોઝ સહિતને બોલાવી લીધા હતાં.
આ પછી મામા સહિતે ધોકા-પાઇપથી હુમલો કરી મને તેમજ મારા દાદા, દાદીને માર માર્યો હતો. મારા પિતા તેમજ કાકા વચ્ચે પડતાં તેને પણ મુંઢ ઇજા થઇ હતી. મારા દાદીને ઇકબાલે ધોકો ફટકારતાં તે નીચે પડી ગયા હતાં. સિવિલ હોસ્પિટલમાં મને, દાદા, દાદીને ખસેડાતાં અહિ ડોક્ટરે નિદાન કરતાં મારા દાદી હલુબેનનું ગોળાનું હાડકુ ભાંગી ગયાનું જણાયું હતું. માર કાકા, પિતાને પ્રાથમિક સારવાર અપાઇ હતી. મને, દાદા, દાદીને દાખલ કરાયા હતાં. મારા પિતાની માલિકીના મકાનમાં મમ્મી અમને રહેવા દેતી ન હોઇ અમારે બે રૂમ ભાડે દેવી હોઇ ભાડુઆતને બતાવવા માટે જતાં મામા, મમ્મી સહિતનાએ ધોકા-પાઇપથી હુમલો કરી મારા દાદીને ફ્રેકચર કરી નાંખી માથે જતાં મારી નાખવાની ધમકી આપી હતી. યુવકની ફરિયાદ સામે તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech