બાલ્ટિક સમુદ્રની નીચેથી 40 મીટર નીચેથી પસાર થતી વિશ્વની સૌથી લાંબી રેલ અને રોડ ટનલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જે આગામી પાંચ વર્ષમાં તૈયાર થઈ જશે. આ ટનલ ડેનમાર્ક અને જર્મનીને જોડશે, જ્યારે તે 2029 માં ખુલશે, ત્યારે બંને દેશો વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઓછો થઈ જશે. તેને ફેહમાર્નબેલ્ટ ટનલ નામ આપવામાં આવ્યું છે. ટનલના પ્રથમ ફેઝનું ઉદ્ઘાટન ડેનમાર્કના રાજા ફ્રેડરિક દ્વારા કરવામાં આવ્યું હતું. 2020 માં તેનું બાંધકામ શરૂ થયાના ચાર વર્ષ પછી આ સૌથી મોટી સફળતા છે.આ ટનલ 18 કિલોમીટર (11.1 માઇલ) લાંબી હશે અને તે યુરોપ્ના સૌથી મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાંની એક છે, જેનું બાંધકામ બજેટ 7 બિલિયન યુરો (7.1 બિલિયન) છે. એક રિપોર્ટ અનુસાર, આ ટનલની સરખામણી ઈંગ્લેન્ડ અને ફ્રાન્સને જોડતી 50 કિલોમીટર (31 માઈલ) ચેનલ ટનલ સાથે કરવામાં આવી રહી છે, ફેહમાર્નબેલ્ટ જર્મન ટાપુ ફેહમાર્ન અને ડેનિશ ટાપુ લોલેન્ડ વચ્ચે બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં બોટ અહીં મુસાફરોને લઈ જાય છે.જે અંતર ફેરી દ્વારા કાપવામાં 45 મિનિટ લાગે છે, તે ટ્રેન દ્વારા માત્ર સાત મિનિટ અને કાર દ્વારા 10 મિનિટ લાગશે.
અમેરિકન કંપની ટનલ બનાવી રહી છે
અમેરિકન કંપની રીજન્ટ સીગ્લાઈડર આ ટનલનું નિમર્ણિ અને વિકાસ કરી રહી છે. કંપ્નીનું કહેવું છે કે આ ટનલનું ઓફિશિયલ નામ ફેહમર્નબેલ્ટ ફિક્સ્ડ લિંક છે. આ સમુદ્રની નીચે વિશ્વની સૌથી લાંબી સંયુક્ત રોડ અને રેલ ટનલ હશે. તેમાં બે ડબલ-લેન મોટરવેનો સમાવેશ થશે. એક સર્વિસ રોડ અને બે ઇલેક્ટ્રિક રેલ ટ્રેક હશે.આ પ્રોજેક્ટ 2008 માં શરૂ થયો, જ્યારે જર્મની અને ડેનમાર્કે ટનલ બનાવવા માટે એક સંધિ પર હસ્તાક્ષર કયર્.િ તે પછી બંને દેશોને જરૂરી કાયદો પસાર કરવામાં અને ભૂ-તકનીકી અને પયર્વિરણીય અસર અભ્યાસ હાથ ધરવા માટે એક દાયકા કરતાં વધુ સમય લાગ્યો. જ્યારે પ્રક્રિયા ડેનિશ બાજુએ સરળ રીતે ચાલી રહી હતી, ત્યારે જર્મનીમાં ઘણી સંસ્થાઓએ પયર્વિરણીય અને અવાજની ચિંતાઓને આધારે પ્રોજેક્ટની મંજૂરી સામે અપીલ કરી હતી. નવેમ્બર 2020 માં, જર્મન ફેડરલ કોર્ટે ફરિયાદોને ફગાવી દીધી.ટનલ માટે ખાઈ ખોદવા સહિત પ્રોજેક્ટના અન્ય કેટલાક તબક્કાઓ ચાલી રહ્યા છે. દરેક વિભાગ 217 મીટર લાંબો, 42 મીટર પહોળો અને 9 મીટર ઉંચો હશે. દરેકનું વજન 73,000 મેટ્રિક ટન હશે, જે 13,000 કરતાં વધુ હાથીઓની સમકક્ષ હશે. આ વિભાગો દરિયાની સપાટીથી લગભગ 40 મીટર નીચે સૌથી ઊંડા બિંદુએ સમુદ્રતળની નીચે મૂકવામાં આવશે, અને તેને બાર્જ અને ક્રેન્સ દ્વારા સ્થાને ખસેડવામાં આવશે. સેગમેન્ટ્સને ઇન્સ્ટોલ કરવામાં લગભગ ત્રણ વર્ષ લાગશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech