પોરબંદરમાં પિયા બે કરોડ સોળ લાખના ખર્ચે પંચાવન રસ્તાના નવીનીકરણની કામગીરીનો શુભારંભ થયો છે.
પોરબંદરમાં બિસ્માર રસ્તાના નવીનીકરણની કામગીરીનો શુભારંભ થયો છે અને પાલિકા પ્રમુખ સહિત સુધરાઇ સભ્યોના હસ્તે શ્રીફળ વધેરવામાં આવ્યુ હતુ.
પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા રસ્તાઓ ચોમાસામાં અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા હતા. અને તેના કારણે શહેરીજનોને અવરજવરમાં ભારે પરેશાની નો સામનો કરવો પડતો હતો. પોરબંદર નગરપાલિકાના તંત્રએ રસ્તાના નવીનીકરણની કામગીરીનો શુભારંભ કરાવ્યો છે. જેમાં રૂપિયા બે કરોડ ૧૬ લાખના ખર્ચે કુલ ૫૫ જેટલા રસ્તાઓ ના રિસર્ફેસિંગ ની કામગીરી નો શુભારંભ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યો હતો. તેઓએ એવું જણાવ્યું હતું કે શહેરના છાયા ચોકીથી પંચાયત ચોકી સુધીનો રસ્તો, વીર ભનુની ખાંભી તરફ નો રસ્તો, એસ.વી.પી. રોડ, લેડી હોસ્પિટલ થી બસ સ્ટેશન તરફ જતો રોડ, સહિતના નાના-મોટા ૫૫ જેટલા રસ્તાઓ માં ખાડા પડી ગયા છે અને અમુક રસ્તા વધુ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે આથી તમામ રસ્તાઓનું નવીનીકરણ કરવાનો શુભારંભ થયો છે અને શહેરીજનોને વેઠવી પડતી મુશ્કેલીનો વહેલી તકે અંત આવશે તેમ જણાવ્યું હતું.
પોરબંદરના છાંયાચોકીથી પંચાયત ચોકીના ગેઇટ સુધીના ડામર રોડનું પાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યુ છે.છેલ્લા ઘણા સમયથી આ રોડ બનાવવાની સ્થાનિક લોકોની માંગ હતી.તેથી સ્થાનિક કાઉન્સીલર સરોજબેન કક્કડ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી, તે રજુઆતનો સુખદ અંત આવતા પાલિકા દ્વારા .૨.૧૬ કરોડ મંજુર કરી આપ્યા છે અને કામગીરી શ કરી છે,જેમાં પાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, સરોજબેન કક્કડ,મોહનભાઈ મોઢવાડિયા,રવિ ભટ્ટ,ગીતાબેન કાણકીયા,રાહુલ કક્કડ તથા આશિષ વાઘ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech