વિકી કૌશલ કરતાં વધુ ચર્ચા અક્ષય ખન્નાની ચાલી
વિક્કી કૌશલ બોલિવુડના યંગ અભિનેતામાં સામેલ છે. પોતાની એક્ટિંગ માટે પણ જાણીતો છે. હાલમાં તેની અપકમિંગ ફિલ્મ છાવાની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે. તાજેતરમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં હિરો કરતા વિલનની વધુ ચર્ચા થઈ રહી છે.આ ફિલ્મમાં અક્ષયને ઓળખવો પણ મુશ્કેલ છે.
વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટાર ફિલ્મ છાવાની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મની સ્ટોરી મરાઠા યૌદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. જેમાં વિક્કી કૌશલ લીડ રોલમાં જોવા મળશે પરંતુ આ ફિલ્મમાં ઔરંગઝેબના પાત્રને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. .બોલિવુડની અપકમિંગ ફિલ્મ છાવામાં મુગલ બાદશાહ ઔરંગઝેબની ભૂમિકામાં અક્ષય ખન્નાની પસંદગી કરવામાં આવી છે. જે પોતાની એક્ટિંગ માટે જાણીતો છે.
જાણો કોણ છે છાવાનો ઔરંગઝેબ ?
ફિલ્મ છાવાની ખુબ ચર્ચા થઈ રહી છે. હાલમાં ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં વિક્કી કૌશલ ફુલ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધુ ધ્યાન અક્ષય ખન્નાએ ખેચ્યું છે. કારણ કે, તેમને ઓળખવો મુશ્કેલ લાગી રહ્યો છે. છાવાના ટીઝરના અંતમાં થોડા સમય માટે અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં જોવા મળી રહ્યો છે પરંતુ તેનો લુક અને એક્ટિંગને ઓળખવા માટે બીજી વખત ટીઝર જોવું પડે છે.
કોણ છે હીરોઈન?
છાવા ફિલ્મ રિલીઝ થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. ફિલ્મનું ડાયરેક્શન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે. છાવામાં વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની સાથે સાઉથ સેસશન રશ્મિકા મંદાના પણ સામેલ છે. છાવા આ વર્ષ 6 ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
છાવાની સાથે અક્ષય ખન્નાને ઔરંગજેબની ભૂમિકામાં ચાહકોને અલગ જ અવતારમાં જોવા મળશે. એ જોવું પણ રસપ્રદ રહેશે કે, તે ચાહકોને આ પાત્ર કેટલું પસંદ આવે છે. અક્ષય ખન્ના ખુબ લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં જોવા મળશે.સંભાજીના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે. છાવા એક મરાઠી શબ્દ છે જેનો અર્થ થાય છે સિંહનું બચ્ચું. વિક્કી કૌશલ હવે સંભાજી મહારાજ બની મોટા પડદા પર ધમાલ મચાવતો જોવા મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર્થિક ભીંસના કારણે વ્યથિત મહિલાએ જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ
May 19, 2025 10:23 AMહાલારના સાગર કિનારા વિસ્તારમાં પણ સિઝફાયર પૂર્ણ થવાના સંદર્ભે તંત્ર એલર્ટ
May 19, 2025 10:12 AMહાલારમાં બફારા વચ્ચે તાપમાન ૩૬ ડીગ્રી
May 19, 2025 10:03 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech