આર્થિક ભીંસના કારણે વ્યથિત મહિલાએ જિંદગી ટૂંકાવી: ખંભાળિયાનો બનાવ

  • May 19, 2025 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના હરસિધ્ધિ નગર વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા રાણીબેન રામભાઈ સાજાભાઈ રૂડાચ નામના 44 વર્ષના મહિલાના પતિ આજથી આશરે ત્રણેક વર્ષ પહેલા અવસાન પામ્યા હતા. આ પછી આખા ઘરની જવાબદારી તેમના ઉપર હતી. આથી તેઓ એક રેસ્ટોરન્ટ ચલાવતા હતા. પરંતુ આ રેસ્ટોરન્ટમાં પૂરતી ઘરાકી ન રહેતી હોવાથી છેલ્લા કેટલાક સમયથી તેઓ આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા. આ પરિસ્થિતિમાં મધ્યરાત્રિના સમયે તેમણે પોતાના ઘરે છતના પંખામાં ઓઢણી વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. ઉપરોક્ત બનાવ અંગેની જાણ નવઘણભાઈ રામભાઈ રૂડાચ (ઉ.વ. 18, રહે. હરસિધ્ધિ નગર) એ અહીંની પોલીસને કરી છે.

ખંભાળિયા: તથીયા ગામના યુવાન પર દેણું વધી જતા મોત મીઠું કર્યું

ખંભાળિયા તાલુકાના જુના તથીયા ગામે રહેતા હેભાભાઈ હમીરભાઈ કરમુર નામના 27 વર્ષના આહિર યુવાને શનિવારે પોતાના રહેણાંક મકાનમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. મૃતક હેભાભાઈ ખેતી તથા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેમાં ભેંસોના ધંધામાં રોકાણ વધી ગયું હતું. પરંતુ તેમને કમાણી ઓછી થતી હોય, જેના કારણે તેમના પર આર્થિક બોજો પણ વધી ગયો હતો. આ પરિસ્થિતિમાં આર્થિક સંકળામણમાં આવી ગયેલા હેભાભાઈને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભરી લીધું હોવા અંગેની જાહેરાત મૃતકના મોટાભાઈ પરબતભાઈ હમીરભાઈ કરમુર (ઉ.વ. 30) એ અહીંની પોલીસમાં કરી છે. જે અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application