ગઇકાલે આખો દિવસ બફારો રહ્યો: આજ સવારે કેટલાક ગામડાઓમાં વાદળીયું વાતાવરણ
જામનગર સહિત સમગ્ર હાલારમાં ચાર-પાંચ દિવસથી સતત બફારો જોવા મળ્યો છે, હવામાં ભેજ વધી ગયો છે અને ખાસ કરીને ૧૧ થી ૫ દરમ્યાન જામનગરમાં લોકોેને ગરમીમાં કેમ બહાર નિકળવું તે પ્રશ્ર્ન ઉભો થયો છે, સતત પાણીનો સોસ પડે છે, ગામડાઓની પણ આ જ હાલત છે, એક તરફ માવઠાથી ખેડુતોને નુકશાન થયું છે, બીજી તરફ ગરમીના માહોલથી ખેતરમાં યોગ્ય રીતે કામ કરી શકાતું નથી.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૭ ડીગ્રી, હવામાં ભેજ ૭૫ ટકા, પવનની ગતિ ૩૦ થી ૩૫ કિ.મી. પ્રતિ કલાક જોવા મળી હતી. ગુજરાતના અન્ય શહેરો કરતા જામનગર દરિયાકાંઠે હોય ભેજનું પ્રમાણ પણ વધે છે, એટલું જ નહીં ઠંડો પવન પણ અન્ય શહેરો કરતા વધારે જોવા મળે છે, આમ ધીરે-ધીરે મીશ્ર ઋતુની શરૂઆત થઇ ચૂકી છે, તાવ, શરદી, ઉધરસ, ગળુ બેસી જવું જેવા રોગો ધીરે-ધીરે વઘ્યા છે તે પણ હકીકત છે. આજે મોટાભાગના ગામડાઓમાં તાપમાન ૩૮ ડીગ્રીએ પહોંચી ગયું છે.
જામનગરમાં આજ સવારથી વાદળીયું વાતાવરણ જોવા મળ્યું હતું, કેટલાક ગામડાઓમાં પણ વાદળો છવાયા છે ત્યારે આગામી દિવસોમાં વધુ તાપ પડશે તે પણ હકીકત છે. કાલાવડ, ખંભાળીયા, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, ભાટીયા રાવલ, લાલપુર, ભાણવડ, ફલ્લા સહિતના ગામોમાં પણ સવારથી ગરમી સાથે વાદળીયું વાતાવરણ છે, જો કે અઠવાડીયામાં છુટા છવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે, પરંતુ ગરમી લોકોનો પીછો છોડતી નથી.