જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગામમાં રહેતા એક યુવાન પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન માર્ગમાં કૂતરું આડું ઉતરતાં બાઇક સ્લીપ થવાથી ઈજાગ્રસ્ત બનેલા બાઈક ચાલકનું કરુણ મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના વડપાંચસરા ગામના વતની હરિશ્ચંદ્રસિંહ દિગ્વિજયસિંહ જાડેજા (ઉંમર ૪૨) કે જેઓ ગત ૨૨મી તારીખે સાંજે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાનું બાઇક લઈને વાડીએ જવા માટે નીકળ્યા હતા, જે દરમિયાન માર્ગમાં એકાએક કૂતરું આડું ઉતરતાં બાઈકને બ્રેક મારવાથી સ્લીપ થઈ ગયું હતું, અને બાઈક ચાલક હરિશ્ચંદ્રસિંહ જાડેજાને ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતકના નાના ભાઈ શક્તિસિંહ દિગ્વિજયસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં લાલપુર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech