પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી નજીકના વિસ્તારમાં રહેતા એક તસ્કરને રોકડ રકમ સાથે ઝડપી લીધો
જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક વેપારીના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી રૂપિયા અઢી લાખની રોકડ રકમની ચોરી કરી હતી. જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલાયો છે, અને પોલીસે સીસીટીવી કેમેરાના માધ્યમથી તસ્કરને ઓળખી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા અઢી લાખની રોકડ કબજે કરી લીધી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એકતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નંબરના બ્લોકમાં રહેતા અનિલભાઈ ગુરૂમુખદાસ દામા નામના ૪૪ વર્ષના સિંધી ભાનુશાળી વેપારીએ ગત ૧૩ મી તારીખે રાત્રે થી ૨૪ કલાકના સમયગાળા દરમિયાન પોતાના બંધ મકાનમાંથી કોઈ તસ્કરો રૂપિયા અઢી લાખ ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
કોઈ તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યા પછી અંદર પ્રવેશ મેળવી લઇ કબાટમાં રાખેલી રકમ ઉઠાવી ગયા હતા. જે અંગે વેપારીએ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એચ. એ. પીપળીયા તેમજ સિટી સી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને ફરિયાદી વેપારીના ઘરના સીસીટીવી કેમેરા વગેરે ની ચકાસણી કર્યા પછી ચોરી નો ભેદ ઉકેલી નાખી રૂપિયા અઢી લાખ ની રકમ ચોરી કરી જનાર તસ્કરને ઝડપી લીધો હતો.
ફરિયાદી ના મકાન થી થોડે દૂર શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ માં રહેતા ક્રિશ નિતેશભાઇ મંગે નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. જે પોતાના પાસે રહેલી રૂપિયા અઢી લાખની રોકડ રકમ સગેવગે કરવાની ફિરાકમાં હતો, જે દરમિયાન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને રોકડ રકમ કબજે કરી લીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત
May 23, 2025 02:21 PMકિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં એક જવાન શહીદ
May 23, 2025 02:18 PMપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech