વિઝન 2047 માટે રાજ્યસરકાર દ્વારા નીતિ સુધારણા માટે કવાયત

  • May 23, 2025 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વિઝન 2047 ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિશેષ 12 જેટલી ટાસ્કફોર્સની સમિતિની રચના કરવામાં આવી છે. જે આગામી દિવસોમાં સરકારને વિવિધ પ્રકારની નીતિઓમાં સુધારણા કરવા ને લઈને માર્ગદર્શન આપશે.


ગુજરાત સરકારે વિકસિત ભારત 2047ના સંદર્ભમાં તેની ઔદ્યોગિક નીતિની રૂપરેખાની સમીક્ષા કરવા અને તેમાં તેમાં જરૂરી કરવા પાત્ર સુધારો કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. મુજબ, એક ડેટા–આધારિત, અત્યાધુનિક નીતિ માળખું સ્થાપિત કરાશે. જે તે ક્ષેત્રમાં મૂડી-રોકાણને અનુકૂળ હોય, નવીનતાને પ્રોત્સાહન આપે અને લાંબા ગાળાના સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપે તેવી નીતિ હોવી જોઈએ.


આ લક્ષ્યને સાકાર કરવા માટે સરકારે 12 વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓની રચના કરી છે. આ સમિતિઓ વર્તમાન નીતિઓની સમીક્ષા કરશે, વૈશ્વિક ધોરણો સાથે સરખાવીને તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરશે અને ઊભરતા આર્થિક અને તકનીકી વલણોને સંબોધવા માટે વ્યૂહરચનાઓ તૈયાર કરશે. એક વ્યાપક અને સહભાગી નીતિનીરચના કરવા માટે દરેક સમિતિમાં ઉદ્યોગ સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓ, ચેમ્બર ઑફ કૉમર્સ અને સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સરકારના દાવા મુજબ, ગુજરાતે હંમેશા પ્રગતિશીલ ઔદ્યોગિક નીતિઓ પર ભાર મૂક્યો છે. આ નીતિઓમા રોકાણકારોને આકર્ષવામાં, રોજગારીનું સર્જન કરવામાં અને માળખાગત સુવિધાઓને મજબૂત બનાવવામાં મદદરૂપ બની છે. રાજ્ય સરકારની તાજેતરની પહેલ આ જ અભિગમના ઉદ્દેશ ગુજરાતને સ્થાનિક અને વૈશ્વિક રોકાણકારો માટે એક પસંદગીનું સ્થળ બનાવવાનો છે.


વિશિષ્ટ ટાસ્ક ફોર્સ સમિતિઓની ભલામણો અદ્યતન ઔદ્યોગિક નીતિઓના નિર્માણમાં માર્ગદર્શનરૂપ બનશે. જે 2047 સુધીમાં ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના વિઝનને સાકાર કરવાની દિશામાં આગળ ધપાવશે.


આ ટાસ્કફોર્સ માં વિષય નિષ્ણાતો, અનુભવી તજજ્ઞ નો સમાવેશ કરવામાં આવ્યો છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ માટેની સમિતિ ઔદ્યોગિક ઇતિહાસ અને જમીન સંબંધી બાબતોના વિકાસની સંમિતિ પર્યાવરણીય સંરક્ષણ અને ઔદ્યોગિક પ્રદુષણ નિયંત્રણ સમિતિ વેપાર વાણિજ્ય અને સેવા ક્ષેત્રના વિકાસની સમિતિ રાજ્યમાં પ્રાથમિક ક્ષેત્રનું મુખ્ય ઉદ્યોગના વિકાસ માટેની સમિતિ જોખમમાં મુકાયેલા એકમોના પુનર્ત સ્થાન અને પુનઃસ્થાપન માટેની સમિતિ એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્ર માટેની સમિતિ સ્ટાર્ટઅપ સમિતિ સંશોધન અને વિકાસ પર કેન્દ્રિત સમિતિ ઇફ ઓફ ડુઈંગ બિઝનેસ સમિતિ અને રાજ્યસભાની ટાસ્ક ફોર્સ ની સમિતિ રચના કરવામાં આવી છે.આ તમામ સમિતિઓમાં ઔદ્યોગિક ગૃહો શૈક્ષણિક સંસ્થાઓ ચેમ્બર ઓફ કોમર્સ સંશોધન સંસ્થાઓના પ્રતિનિધિઓનો સમાવેશ કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application