રાજકોટમાં લુખ્ખા અને માથાભારે તત્વોને પોલીસનો કોઈ ખૌફ જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ સતત બની રહી છે. ગઈકાલે શહેરમાં ફ્રત્પટના ધંધાર્થીને રોડ પર દોડાવી દોડાવી છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના બન્યા બાદ આજરોજ ફરી એક ગુંડાગીરીની ઘટના સામે આવી છે.
શહેરના કોઠારીયા રોડ પર પખવાડિયા પૂર્વે શકિત ટી સ્ટોલ અને પાનની દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી જે અંગે પોલીસે તાકીદે આરોપી અક્રમ દાઉદાણીને ઝડપી લઇ અટકાયતી પગલાં ભરી આરોપી પાસે જાહેરમાં માફી મંગાવી હતી. ત્યારે આ શખસે ફરી રાત્રિના અહીં શકિત હોટલે પહોંચી તોડફોડ કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે જેને લઇ પોલીસે તપાસ શ કરી છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલી શકિત ટી સ્ટોલ એન્ડ પાન નામની દુકાનમાં રાત્રિના એક શખસ સ્કૂટર પર આવી અહીં હોટલમાં બેફામ તોડફોડ કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં આજરોજ વાયરલ થયો છે. આ હોટલમાં પખવાડિયા પૂર્વે પણ અક્રમ દાઉદાણી નામના શખસે તોડફોડ કરી હતી. દરમિયાન વીડિયોમાં પણ આ જ શખ્સ નજરે પડતો હોય તેણે ફરી અહીં આવી આ તોડફોડ કરી હોવાનું માલુમ પડું છે. ત્યારે વાયરલ થયેલા આ વીડિયોને લઈ ભકિતનગર પોલીસે તપાસ હાથ ધરી છે. અગાઉ આરોપીએ યારે આ પ્રકારે હોટલમાં તોડફોડ કરી હતી તે સમયે પોલીસે તાકીદે આરોપીને ઝડપી લઇ તેને કાયદાનું ભાન કરાવી જાહેરમાં તેની પાસે માફી મંગાવી હતી. જોકે તે સમયે હોટલ સંચાલકે આરોપી સામે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું. દરમિયાન આરોપીએ ફરી અહીં આવી આતકં મચાવ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech