બંગાળની ખાડી પર સર્જાયેલા બબ્બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. આજે સવારે છ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 94 તાલુકામાં સામાન્યથી પાંચ ઈચ સુધીનો વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના પારડીમાં પાંચ ઇંચ નોંધાયો છે. વડોદરામાં ગઈકાલે દોઢ અને આજે સવારે અડધો ઇંચ મળીને બે ઇંચ વરસાદ પડ્યો છે.
કંટ્રોલ રૂમના જણાવ્યા મુજબ વલસાડ જિલ્લાના વાપીમાં અઢી નવસારી જિલ્લાના વાંસદામાં બે તાપી જિલ્લાના ડોલવણમાં પોણા બે વ્યારામાં દોઢ પંચમહાલ જિલ્લાના ગોધરામાં દોઢ શહેરામાં સવા ઈચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત છોટા ઉદેપુર નર્મદા દાહોદ ડાંગ મહીસાગર સહિત ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. આજે સવારે છ થી આઠના પ્રથમ બે કલાકમાં 19 તાલુકામાં વરસાદ થયો છે. તેમાં વલસાડમાં એક ઇંચ પાણી પડ્યું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી તારીખ 28 સુધી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મધ્યમથી હળવા અને અમુક જગ્યાએ ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં વધુ વરસાદની અને અન્યત્ર મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે.
એક બાજુ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે દ્વારકા અને ભુજ માંથી ચોમાસું પાછું ખેંચાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગામી 24 કલાકમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન પંજાબ અને હરિયાણામાંથી પણ ચોમાસુ વિદાય લેવાનું શરૂ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech