પોરબંદર લોકસભાની ચુંટણી યોજાઈ ત્યારે પ્રચાર-પ્રસાર માટે આવતા ભાજપના ઉમેદવાર ભાજપના ઉમેદવાર ડો.મનસુખ માંડવીયા સમક્ષ પોરબંદરવાસીઓએ એવી રજુઆત કરી હતી કે, ડો.મનસુખ માંડવીયાને પોરબંદર લોકસભા સીટ ઉપર રેકોર્ડ બ્રેક લીડ મળે અને જંગી બહુમતીથી ચુંટાઈ જાય ત્યારબાદ પોરબંદરવાસીઓને ટોલટેક્સમાંથી મુક્તિ અપાવે તે જરી છે.કારણ કે પોરબંદર ખુબ નાનો જિલ્લો છે અને માત્ર ત્રણ તાલુકાના જિલ્લામાં ત્રણેય બાજુથી પોરબંદરવાસીઓને ટોલનાકા મારફતે લુંટવામાં આવી રહ્યા હોય તેમ તગડો ટોલટેક્સ વસુલવામાં આવી રહ્યો છે,કદાચ સૌરાષ્ટ્રનો પોરબંદર એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં બધી બાજુ ટોલનાકા ખડકી દેવામાં આવ્યા છે અને તેના માધ્યમથી ખુબ મોટી રકમ વાહનચાલકો પાસેથી પડાવવામાં આવી રહી છે.હવે પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયા કેન્દ્રીયમંત્રીનું પદ શોભાવી રહ્યા છે માટે પોરબંદરવાસીઓને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માટે અથવા તો પોરબંદરવાસીઓ પાસેથી રાહતદરે ટોલટેક્સ લેવાય તે માટે તેઓ યોગ્ય કરે તેવી માંગણી પોરબંદરના વાહનચાલકો દ્વારા ઉઠાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજન્માષ્ટમી સુધીમાં રાજકોટમાં જીએસટી એપેલેટ ટ્રિબ્યુનલ થશે કાર્યરત
April 12, 2025 03:20 PMગાયકવાડી પાસે મકાનમાં ઘોડી પાસાનો જુગાર રમતા ૩ મહિલા સહિત છ ઝડપાયા
April 12, 2025 02:58 PMજાગનાથની શેરીઓ ખોદીને આજે મધરાતથી યાજ્ઞિક રોડ બંધ કરવા મનપાનો વિચિત્ર નિર્ણય
April 12, 2025 02:56 PMદેર આયે દુરસ્ત આયે ! રાજકોટ મનપા કચેરીમાં ફાયર સેફટી સિસ્ટમ ન હતી, હવે ઇન્સ્ટોલેશન શરૂ કર્યું
April 12, 2025 02:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech