નવું નાણાકીય વર્ષ શરૂ થતા નથી સાથે જ હિસાબ અને તિજોરી નિયામકની કચેરી નીચે કામ કરતા ગ્રુપ 2 ના નાયબ હિસાબનીશ, પેટા તિજોરી અધિકારી નાયબ ઓડિટર જેવા અધિકારીઓને ગ્રુપ વનમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ પે મેટ્રિક્સના લેવલ સાતમાં આ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે.
સમગ્ર ગુજરાતમાંથી કુલ 136 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં રાજકોટના પાંચ સહિત સૌરાષ્ટ્રના 40 અધિકારીઓનો સમાવેશ થાય છે. જામનગર ખાતે જિલ્લા તિજોરી કચેરીમાં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા મુંદડીયા વિનોદકુમાર ગણેશભાઈ સામે કોર્ટમાં ફોજદારી કેસ પેન્ડિંગ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જે પ્રમોશન આપવામાં આવ્યું છે તે કોર્ટના આખરી ચુકાદાને આધીન રહેશે તેવી શરત પણ લાગુ કરવામાં આવી છે.
રાજકોટના જે પાંચ અધિકારીઓને પ્રમોશન મળ્યા છે તેમાં પરમાર નંદલાલ, નગરીયા ખ્યાતિ, કુમારખાણીયા જગદીશ, વાઘેલા જતીન, જોષી મિત્રેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જામનગરના ઓઝા દીપેન સુરેન્દ્રનગરના વાઘેલા હિંમતભાઈ ગીર સોમનાથના વાળા રવિસિંહ વલભીપુરના મહેતા ભાર્ગવ જૂનાગઢના બારૈયા કાજલબેન દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાઘેલા કુલદીપસિંહ જામનગરના ચાવડા અનિલ રાજુલાના વાજા રાજેશ કુમાર સુરેન્દ્રનગરના ઠક્કર રાજેશ પાલીતાણાના સાસાણી જીગ્નેશ ભાવનગરના સરવૈયા શૈલેન્દ્રસિંહ લખતરના રબારી શીવાભાઈ જામનગરના જાડેજા અરુણાબા જામનગરના રાણા યુવરાજસિંહ જામનગરના વાઘેલા યોગરાજસિંહ ગીર સોમનાથના લાડાણી સંદીપકુમાર સુરેન્દ્રનગરના સંતોકી જતીનકુમાર ભાવનગરના ચૌહાણ જયેશકુમાર જોડિયાના ગડારા કમલકુમાર બોટાદના જાદવ વિજયભાઈ જુનાગઢના મકવાણા વિપુલકુમાર મોરબીના પરમાર નિલેશકુમાર સુરેન્દ્રનગરના પરમાર મહેન્દ્રસિંહ ધ્રોલના પરમાર તન્વી દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરુ રામદે જામનગરના નળીયાપરા રસિક હરજીભાઈ વાંકાનેરના લાડવા શિલ્પાબેન મેંદરડાના જાગૃતીબેન ભુવા ગીર સોમનાથ જિલ્લાના નાગસ નારણ જૂનાગઢના ભીખાભાઈ કરમટા દેવભૂમિ દ્વારકા જિલ્લાના માધુરી ત્રિવેદી ગીર સોમનાથ જિલ્લાના રાજેશકુમાર ડાભી માણાવદરના ચેતના ઉમરાળિયા અને સુરેન્દ્રનગરના બેલીમ મોહસીનનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech