રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથકની અંદર જ નખત્રાણાના મોટીવીરાણી ગામના પુખ્ત પ્રેમી યુગલે જાતે જ શરીરે, ગળાના ભાગે બ્લેડના કાપા મુકી ખેલેલા ખૂની ખેલમાં યુવતીનું મૃત્યુ નીપયું છે જયારે યુવકની હાલત ગંભીર છે. સમગ્ર ઘટનામાં પોલીસની વધુ એક ઘોર બેદરકારી છતી થઈ છે. પુખ્ત હોવા છતાં બન્નેને હોટલમાંથી ઉઠાવી લઈને પોલીસ મથકે લઈ આવીને બેસાડી દેવાયા હતા. ખરેખર તો ગુમ નોંધમાં બન્નેની સ્થળ પર પૂછતાછ કરીને જે કાયદાકીય કાર્યવાહી થતી હોય તે કરવાની હોય. બન્ને સામે નહોતી કોઈ પોલીસ ફરિયાદ, અપહરણ કે આવો કોઈ ગુનો નોંધાયેલો ન્હોતો તો રાજકોટ પોલીસે આવી રીતે બન્નેને બેસાડી દેવાનું કારણ શું હતું? પોલીસની ઉતાવળ કે આકરાપણાને લઈને આવી ઘટના બની કે શું? ના પ્રશ્નો સર્જાયા છે.
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રથમ મજલે નાગરિક સુવિધા કેન્દ્રમાં રૂમમાં નખત્રાણાના મોટીવીરાણી ગામની પુજા રૂપાભાઈ ભદરૂ ઉ.વ.૨૩ તથા વિનોદ ગોવિંદભાઈ સથવારા ઉ.વ.૨૦ બન્નેએ પોતાની જાતે શરીરે બ્લેડના કાપા મુકી ખૂની ખેલ ખેલતા યુવતી પુજાનું તો પોલીસ મથકના રૂમમાં જ મૃત્યુ નીપજયું હતું. જયારે વિનોદ જીવનમરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
સમગ્ર ઘટનામાં પોલીસના વર્તુળોની વિગતો મુજબ બન્ને એક જ ગામના છે અને પ્રેમ સંબંધમાં હતા. ગત તા.૨ના રોજ યુવતી પુજા ઘરેથી રાત્રે નવેક વાગ્યે કોલગેટ લેવા જાવ છું કહીને નીકળી હતી અને વિનોદ પણ સાથે હતો. બન્ને ગૂમ થયા હતા. પુજા ગુમ થયા અંગે તેના પરિવારે નખત્રાણા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી.
નખત્રાણા પોલીસ પુજાની ગુમની નોંધ થયેલી હોય તેની શોધમાં હતી. ગુમ નોંધની જાણ કરાઈ હતી. એ દરમિયાન બન્નેના લોકેશન ગઈકાલે રાજકોટના યુનિવર્સિટી રોડ પ્રેમ મંદિર પાસે મળતા રાજકોટ પોલીસ તથા એલસીબી ઝોન–૨ની ટીમ બન્નએ પ્રેમ મંદિર પાસે આવેલી હોટલ નોવામાંથી બન્નેને શોધી કાઢયા હતા. બન્નેને યુનિવર્સિટી પોલીસ મથક લવાયા હતા. પીએસઓ (પોલીસ સ્યેશન ઓફિસર) સ્ટાફને સોંપવામાં આવ્યા હતા. નખત્રાણા પોલીસને જાણ કરાઈ હતી.
પોલીસે પોતાની નજર સામે રાખવાના બદલે બન્નેને આવેલા નાગરિક સુવિધા કેન્દ્ર રૂમમાં બેસવાની છૂટ આપી હતી. અંદર બન્નેને એકલા રખાયા હતા. એ દરમિયાન બન્નેએ રૂમ અંદરથી બધં કરી દીધો હતો. પોતાની પાસે રહેલી બેગમાંથી (પોલીસના દાવા મુજબ) બ્લેડ કાઢીને ગળા તથા શરીરના ભાગે કાપા મુકી દીધા હતા. શરીરે ઉંડા કાપા મુકતા અને લોહી વહેવા લાગતા અંદર પીડાને લઈને બન્ને ચીસાચીસ કરવા લાગ્યા હતા. જેથી બહાર કામમાં વ્યસ્ત રહેલા પોલીસ સ્ટાફ ચીસો સાંભળીને દોડયો હતો. રૂમ અંદરથી બધં હોવાથી દરવાજાનો ઉપરનો પ્લાયનો ભાગ તોડી નાખી દરવાજો ખોલતા જ બન્ને લોહીથી લથબથ હાલતમાં પડયા હતા.
પોલીસે બન્નેને તાત્કાલિકપણે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં યુવતીને જોઈ તપાસી તીબબે મૃત જાહેર કરી હતી જયારે યુવકને ગળા તથા શરીરના ભાગે ગંભીર ઈજા હોવાથી ત્વરિત ધોરણે શક્રિયા (ઓપરેશન) હાથ ધરાઈ હતી. યુવકની સ્થિતિ પણ નાજૂક હોવાનું જાણવા મળે છે.સમગ્ર ઘટનાથી રાજકોટ પોલીસ બેડામાં હડકપં મચી ગયો હતો. ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના દોડી આવ્યા હતા. પોલીસ મથકની અંદર જ બનેલી આપઘાત, આત્મહત્યાના પ્રયાસની ઘટના પોલીસની ઘોરબેદરકારી છતી કરી છે. તપાસ એસીપી રાધિકા ભારાઈએ હાથ ધરી છે.
સવાલોના તાણાવાણા એવા ઉઠી રહ્યા છે કે પુખ્તવયની વ્યકિતની માત્ર ગુમ શુધાની નોંધ હોય કોઈ એફઆઈઆર રજિસ્ટર્ડ ન થઈ હોય તો શું આવી રીતે પોલીસ ઉઠાવીને લાવી શકે ખરી? લઈ આવ્યા બાદ પણ પોલીસ મથકમાં બન્નેને રેઢા છોડી દેવાયા. એટલી ગંભીરતા તો હોવી જ જોઈએ કે પ્રેમી યુગલ છે તો કાંઈ પણ પગલું ભરી શકે. આવી કોઈ દરકાર પણ ન રખાઈ. બન્નેને લઈ ાવવામાં પોલીસનો પાવર વપરાયો, અને બાદમાં પોલીસ મથકે કોઈપણ પ્રકારનું ધ્યાન ન રખાયું. આવા કારણોસર જ બન્નેએ પોલીસ મથકમાં જ ખુની ખેલ ખેલી નાખ્યો, ઘટના પાછળ પોલીસની ગુનાઈત કે ઘોર બેદરકારી નહીં તો બીજું શુંના પ્રશ્નો ઉદભવ્યા હશે
ભૂલ પર ભૂલ, પુખ્ત હોવા છતાં બન્નેને લઈ આવ્યા અને રૂમમાં એકલા છોડયા
યુનિવર્સિટી પોલીસે ભૂલ પર ભૂલ કરી હોય એ રીતે જયારે કાયદા કે ન્યાયતત્રં પણ કહે છે કે, પુખ્તવયના વ્યકિત યુગલ પોતાની રીતે જીવન જીવવા સ્વતત્રં હોય છે. પ્રેમીયુગલ બન્ને પુખ્તવયના જ હતા છતાં બન્નેને પોલીસ મથકે લઈ અવાયા હતો. જે ભૂલ ઉપરાંત બીજી ભૂલ કે બેદરકારી એ કરાઈ કે બન્ને પોલીસ મથકમાં રૂમની અંદર કોઈ પોલીસ પહેરા કે નિગરાની વિના એકલા જ છોડી દેવાયા હતા. બન્ને પકડાઈ જતાં હવે સાથે નહીં રહી શકે તેવા વિચારે જ આવું આત્મઘાતી પગલું ભયુ ગણાય
ખરેખર બ્લેડ બેગમાં સાથે હતી કે પછી પોલીસે જાહેર કયુ?
પોલીસની એન્ટ્રીમાં બન્નેએ બ્લેડથી કાપા મુકયાની નોંધ કરાવાઈ છે તો સવાલો એ પણ ઉદભવે છે કે, બન્નેએ થેલામાં બ્લેડ પહેલેથી જ સાથે રાખી હતી? બ્લેડ સાથે રાખવાનું કારણ શું હોઈ શકે? બ્લેડ બેગમાંથી કાઢી એવું નજરે જોનાર તો કોઈ હતું જ નહીં? બ્લેડ બેગમાં સાથે જ હતી કે રૂમમાં પડી હતીને બન્નેની નજર પડતા આપઘાત કરવાનો વિચાર આવ્યો? આવા સવાલોના જવાબ પોલીસ પાસે હાલતો નથી
ગુમ નોંધમાં માત્ર જાણ કરવાનો જ ઉલ્લેખ, બન્નેને બેસાડી દેવાયા
બંને ગત તા.૨ના રોજ ઘરેથી નીકળી જતાં બીજા દિવસે તા.૩ના નખત્રાણા પોલીસ સ્ટેશનમાં યુવતી પુજા ભદરૂની ગુમ થયાની ૧૪૨૦૨૪ની નોંધ પડી હતી અને તમામ પોલીસ મથકોમાં યુવતી મળી આવ્યે જાણ કરવાની નિયમ મુજબની નોંધ નખત્રાણા પોલીસે કરાવી હતી. પોલીસની નોંધમાં જાણ કરવાનું કહેવાયું હતું. નખત્રાણા પોલીસને જાણ કરીને યુનિવર્સિટી પોલીસ મથકમાં બન્નેને બેસાહી દેવાયા હતા. પુખ્તવયના હતા તો બન્નેને કયાં આધારે બેસાડી દેવાયા (આમ જુવોતો ગેરકાયદે જ કસ્ટડી થઈ કહેવાય) કારણ કે યુનિવર્સિટી પોલીસ પાસે તો તપાસ પણ ન્હોતી. સરવાળે નખત્રાણા પોલીસના કહેણ કે તે પોલીસ અહીં આવી પૂછતાછ કરે કે કબજો લઈ જાય એવા હેતુ કે નખત્રાણા પોલીસને મદદરૂપ થવાના આશયથી બન્નેને પોલીસ મથક બેસાડી દેવાતા ધરમ કરતા ધાડ પડી જેવું હાલ તો રાજકોટ પોલીસને બન્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech