જામનગરમાં ગોકુલ નગરમાં શાકભાજીની ખરીદી કરવા ગયેલા બુજુર્ગ નો મોબાઇલ ફોન ચોરાયો
જામનગરમાં નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતા વિપ્ર બુઝુર્ગ જામનગરના એસટી ડેપો પર મુસાફરી કરવા માટે આવ્યા હતા, દરમિયાન તેઓનો મોબાઇલ ફોન ચોરી થઇ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરમાં નિલકંઠ પાર્ક શેરી નંબર ૨ માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરેશભાઈ ભાનુશંકર ઠાકર નામના ૬૩ વર્ષના બુઝુર્ગ ગઈકાલે જામનગરના એસ.ટી. ડેપોમાં મુસાફરી માટે આવ્યા હતા, અને એસ.ટી. બસ સ્ટેન્ડમાં બસની રાહ જોઈને ઉભા હતા, જે દરમિયાન કોઈ તસ્કરોએ તેમના ખિસ્સામાંથી રૂપિયા ૧૫ હજારની કિંમતનો મોબાઇલ ફોન કાઢી લીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક બુઝુર્ગ શાકમાર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા ગયા હતા, જ્યાં કોઈ તસ્કરો એ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. ગોકુલ નગર નજીક સોહમ નગર વિસ્તારમાં રહેતા વૃજલાલભાઈ રામજીભાઈ રાઠોડ નામના ૬૧ વર્ષના વૃદ્ધ કે જેઓ ગોકુલનગર વિસ્તારમાં ભરાતી શાક માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા માટે ગયા હતા, જે દરમિયાન ગીરદીનો લાભ લઇ કોઈ તસ્કરે તેમના પેન્ટના ખીસ્સામાંથી રૂપિયા ૧૫,૦૦૦ ની કિંમત નો મોબાઇલ ફોન ચોરી કરી લીધો હોવાની ફરિયાદ સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: ક્લોઝિંગ સેરેમનીમાં કયા સ્ટાર્સ પરફોર્મ કરશે? જુઓ સંપૂર્ણ વિગત
June 02, 2025 10:44 PM'યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે રશિયા', અમેરિકી અધિકારીઓના દાવાથી દુનિયામાં દહેશત
June 02, 2025 10:34 PMગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક! 95 નવા કેસ, એક્ટિવ કેસ 397, બેના મોત
June 02, 2025 09:21 PMITR ફાઇલિંગની તારીખ વધવાથી રિફંડ પર મળી શકે છે 33% સુધીનું વ્યાજ, જાણો કેવી રીતે
June 02, 2025 09:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech