રશિયાનું મહાશક્તિનું સ્થાન હવે ડગમગી રહ્યું છે. રવિવારે પાંચ વાયુસેના અડ્ડાઓ પર થયેલા હુમલાઓ અને તેમાં શામેલ બેલાયા એરબેઝ પર પરમાણુ હુમલામાં સક્ષમ ૪૦થી વધુ બોમ્બર વિમાનોને બરબાદ કરનારા યુક્રેની હુમલાએ હવે યુદ્ધને રેડલાઇન (જોખમી સીમા)ની નજીક પહોંચાડી દીધું છે. સંકેત રશિયાના મોટા નૌસૈનિક અડ્ડા પર પણ હુમલાનો છે જ્યાં પરમાણુ હુમલામાં સક્ષમ સબમરીનનો બેઝ છે. આ હુમલાઓએ યુક્રેન પર રશિયાના પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે.
અમેરિકાના બે સેનેટરોએ રવિવારે આ આશયના સંકેત આપ્યા બાદ સોમવારે તેઓ પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે મળ્યા. આ મુલાકાતમાં પણ આવનારા દિવસોમાં યુક્રેનમાં ભીષણ હુમલાઓની આશંકા પર સહમતિ વ્યક્ત કરવામાં આવી છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત પછી પેરિસમાં અમેરિકાના રિપબ્લિકન પાર્ટીથી સેનેટર લિન્ડસે ગ્રેહામ અને ડેમોક્રેટિક પાર્ટીના સેનેટર રિચર્ડ બ્લુમેન્થલે એસોસિએટેડ પ્રેસ સાથે વાતચીતમાં ભીષણ લડાઈની આશંકા વ્યક્ત કરી છે. બંને સેનેટરે કહ્યું, રાષ્ટ્રપતિ મેક્રોન પણ તેમના આ અભિપ્રાયથી ૧૦૦ ટકા સહમત છે.
નિષ્ણાતો અનુસાર યુદ્ધવિરામ માટે અમેરિકાના વધતા દબાણ વચ્ચે રશિયાનો પ્રયાસ યુક્રેનની વધુને વધુ જમીન પર કબજો કરવાનો છે. કારણ કે વધુ જમીન પર કબજો કરવાથી વાટાઘાટોના ટેબલ પર રશિયાને સોદાબાજીમાં સરળતા રહેશે. આ માટે તેણે છેલ્લા ત્રણ અઠવાડિયામાં યુક્રેન પર સતત મોટા હુમલા કર્યા છે. પરંતુ રવિવારના યુક્રેનના વળતા પ્રહારે રશિયાની રણનીતિ અને તેના ઓહદાને ભારે ચોટ પહોંચાડી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech