આ વર્ષે ફેબ્રુઆરીમાં ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા પછી ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ તેના નવા સંબંધને લઈને ઘણો ચર્ચામાં છે. ચહલે વર્ષ 2020માં કોરિયોગ્રાફર અને ડાન્સર ધનશ્રી વર્મા સાથે લગ્ન કર્યા હતા. જો કે, હવે તેનું નામ ફેમસ આરજે અને અભિનેત્રી મહવશ સાથે જોડવામાં આવી રહ્યું છે. ચહલ અને મહવશે સત્તાવાર રીતે તેમના સંબંધોની જાહેરાત કરી નથી, પરંતુ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર ખૂબ જ પ્રેમ વરસાવી રહ્યા છે.
મહવશની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી કંઈક આવું જ જાણવા મળે છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 31મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે પંજાબ કિંગ્સ માટે શાનદાર બોલિંગ હતી. ચહલે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેની શાનદાર બોલિંગના કારણે પંજાબ કિંગ્સની ટીમે ઓછા સ્કોરિંગ મેચમાં KKRને 16 રનથી હરાવ્યું હતું. ચહલની આ મેચ-વિનિંગ બોલિંગ પછી મહેવશે તેના માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી.
મહવશે ચહલની બોલિંગની પ્રશંસા કરી
આરજે મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી અને કેપ્શનમાં લખ્યું, 'કેટલો ટેલેન્ટેડ માણસ છે ! તેથી આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર છે. અસંભવ!' તમને જણાવી દઈએ કે મહવશે KKR સામેની મેચ બાદ ચહલ માટે આ પોસ્ટ કરી છે. મહવશ IPLમાં પંજાબ કિંગ્સની મેચ જોવા માટે નિયમિતપણે સ્ટેડિયમ પહોંચે છે.
જો મેચની વાત કરીએ તો પંજાબ અને કેકેઆર વચ્ચેની આ ટક્કર ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. આ મેચમાં પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબની ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં કેકેઆરની હાલત પણ ખરાબ રહી હતી. ચહલની વિનાશક બોલિંગના કારણે કેકેઆરની આખી ટીમ 15.1 ઓવરમાં 95 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech