વૈશ્વિક પરિબળોમાં થઈ રહેલા ફેરફારોના કારણે ફરી એક વખત સોનાના ભાવમાં ધરખમ ફેરફાર જોવા મળ્યો છે. રાજકોટની સોની બજારમાં ૨૪ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો ભાવ બે દિવસમાં પિયા ૧૪૦૦ ઉછળીને ૯૯,૯૦૦ પર પહોંચીને ફરી ૧ લાખ રૂપિયાની સપાટી પર પહોંચ્યો છે. સોનાના ભાવ છેલ્લ ા અઠવાડિયાથી ૯૮,૦૦૦ આસપાસ જોવા મળી રહ્યા હતા. આ ભાવમાં નજીવો વધારો–ઘટાડો જોવા મળી રહ્યો હતો. તેમાં ફરી એક વખત ઉછાળો નોંધવામાં આવ્યો છે.
ફરી એક વખત ડોલરના ભાવની અસર જોવા મળી
સોની બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં ફરી એક વખત ડોલરના ભાવની અસર જોવા મળી છે. ડોલરનો વૈશ્વિક ઈન્ડેકસ ૩૩૦૦–૩૪૦૦ ડોલર થતાં ચીન અને અમેરિકા વચ્ચે વેપાર વિષયક ટેરીફનો વિવાદ ફરી વધતાં વૈશ્વિક સોનામાં ઘટાડે રોકાણ વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સોનામાં સતત વધી રહેલા રોકાણના કારણે સ્થાનિક કક્ષાએ સોનાનો ભાવ ઉચકાયો છે.
એમસીએકસ પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૯૭,૦૦૦ની સપાટી પર
છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો નોંધાયા બાદ સોનાના ભાવમાં ફરી એક વખત ઉછાળો જોવા મળ્યો છે. એમસીએકસ પર ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૯૭,૦૦૦ની સપાટી પર પહોંચતા સ્થાનિક બજારોમાં પણ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મુંબઈની સોની બજારમાં વિશ્વ બજારની તેજીની અસર જોવા મળી છે. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે પરના ભાવ વધતાં દેશની સોની બજારોમાં આજે ફરી તેજી જોવા મળી હતી. આ ઉપરાંત વૈશ્વિક સ્તરે ઓપેક દેશોમાં ક્રૂડતેલના ભાવ ૪ ટકા વધી જતાં તેની અસર પણ સોનાના ભાવ પર વિશ્વ બજારમાં તેજીની અસર પડી હતી. મુંબઈ સોનામાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિગ્જામ સર્કલ પાસે કાર ધડાકાભેર વીજ પોલ સાથે ટકરાઈ
June 05, 2025 11:35 AMજામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી
June 05, 2025 11:32 AMઅનુરાગની મેટ્રો ઇન દિનોમાં કંડારાયો બદલાતી પ્રેમકથાઓનો શણગાર
June 05, 2025 11:28 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech