કોઠારીયામાં એપાર્ટમેન્ટમાં બીજા માળે આવેલા ફ્લેટની બાલ્કનીમાંથી તરુણ નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું હતું. તરુણ બાલ્કનીમાં હતો ત્યારે પગ લપસતાં બનાવ બન્યો હતો.
આસપાસના રહેવાસીઓ દોડી ગયા
પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા ગામમાં પ્રમુખરાજ પેમેસ -2માં બીજા માળે રહેતા કૈલાશભાઈ નકુમનો પુત્ર હર્ષલ (ઉ.વ.16)નો ગત રાત્રીના 11 વાગ્યાના અરસામાં ફ્લેટની બાલ્કનીમાં હતી ત્યારે અકસ્માતે નીચે પટકાતા પરિવારજનો અને આસપાસના રહેવાસીઓ દોડી ગયા હતા.
ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યો
યુવકને ગંભીર ઇજા થવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ સર્જાયો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર હર્ષલ ધો.10માં આવ્યો હતો. અને બે ભાઇમાં મોટો હતો. બાલ્કનીમાં દોડતી વખતે પગ લપસતાં અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુર પાલિકાના એસઆઈ, એકાઉન્ટન્ટને ચીફ ઓફિસરે ડિસમિસ થતાં બચાવી લીધા
June 05, 2025 11:14 AMએસટી નિગમની એક વર્ષની ખોટ ૧૮૦૨ કરોડ: સત્તાવાર જાહેરાત
June 05, 2025 11:11 AMમુળ દ્રારકા બંદરે ચાલુ કટિંગે ૮ લાખનો દારૂ પકડાયા મામલે પોલીસે બોટને કેમ જવા દીધી ?
June 05, 2025 11:02 AMઓપરેશન સિંદૂર દરમિયાન પાક.ના પરમાણુ બોમ્બ કમાન્ડ સેન્ટરને ભારે નુકસાન થયું હતું
June 05, 2025 10:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech