ઉત્તર પ્રદેશમાં આગામી ૨૨મી જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિાનો મહોત્સવ ઉજવાશે ત્યારે કોંગ્રેસ દ્રારા બુધવારે રામ જન્મભુમિ ટ્રસ્ટ દ્રારા આપવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરીને ઉપસ્થિત ન રહેવાનો નિર્ણય કર્યેા હતો, ત્યારે હવે કોંગ્રેસના જ કેટલાક નેતાઓ પાર્ટીના આ નિર્ણય પર નારાજગી વ્યકત કરી છે. કોંગ્રેસ દ્રારા ગઈકાલે સ્પષ્ટ્ર કરવામાં આવ્યું હતું કે તેમની પાર્ટીના નેતા રામ મંદિરમાં થનારા રામલલાના પ્રાણ પ્રતિા મહોત્સવમાં ભાગ લેશે નહી. આ નિર્ણય બાદ હવે પાર્ટીમાં જ ખળભળાટ મચી ગયો છે અને નિર્ણય સામે વિરોધના સૂર ઉઠવા લાગ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અંબરીશ ડેર, ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના આચાર્ય પ્રમોદ કૃષ્ણા જેવા નેતાઓએ પક્ષના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો છે.
ગુજરાત કોંગ્રેસના વરિ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ હાઈકમાન્ડના નિર્ણય સામે વાંધો ઉઠાવતા સોશિયલ મીડિયા એકસ પર નિર્ણયની ટીકા કરી હતી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશની પોસ્ટને ટેગ કરીને તેમણે લખ્યું હતું કે ભગવાન રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસની વાત છે. કોંગ્રેસે રામ મંદિરના મામલે રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું. આ ઉપરાંત અન્ય નેતા આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે કહ્યું કે શ્રી રામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય છે. આ સિવાય કોંગ્રેસના નેતા અંબરીશ ડેરે પણ સોશિયલ મીડિયા એકસ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે મર્યાદા પુષોત્તમ ભગવાન શ્રી રામ આપણા આરાધ્ય દેવ, તેથી સ્વાભાવિક છે કે દેશભરના અસંખ્ય ભકતોની આસ્થા વર્ષેાથી આ નવનિર્મિત મંદિર સાથે જોડાયેલી છે ત્યારે કોંગ્રેસના કેટલાક લોકોએ આ પ્રકારના નિવેદનથી અંતર જાળવવું જોઈએ અને જનભાવનાનું દિલથી સન્માન કરવું જોઈએ. આવા નિવેદનો મારા જેવા ગુજરાત કોંગ્રેસના ઘણા કાર્યકરો માટે નિરાશાજનક છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ગઈકાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ગયા મહિને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિા માટેનું આમંત્રણ મળ્યું હતું. દેશના કરોડો ભારતીયો પ્રભુ શ્રી રામની પૂજા કરે છે. ધર્મ હંમેશા માણસની અંગત બાબત રહી છે ત્યારે ભાજપ અને આરએસએસએ વર્ષેાથી અયોધ્યામાં રામ મંદિરને રાજકીય પોરજેકટ બનાવી દીધો છે. તેમણે આગળ કહ્યું કે અધૂરા મંદિરમાં પ્રાણ પ્રતિા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે આ સ્પષ્ટ્રપણે આગામી લોકસભાની ચૂંટણીમાં લાભ લેવા માટે થઈ રહ્યો છે. સુપ્રીમ કોર્ટના ૨૦૧૯ના ચૂકાદાને સ્વીકારીને અને લોકોની આસ્થાને માન આપીને આ કાર્યક્રમ માટે આમંત્રણનો આદરપૂર્વક અસ્વીકાર કરીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુખ્યમંત્રીએ મોકર સાગર વેટલેન્ડની લીધી મુલાકાત
April 07, 2025 02:59 PM1.08 કરોડના સોનાની છેતરપિંડી મામલે પકડાયેલા બંગાળી કારીગરના જામીન મંજુર
April 07, 2025 02:54 PMબાલકૃષ્ણ હવેલી હસ્તકની રામપરાની જમીન દિવેલીયા સત્તા પ્રકારની હોવાનો હુકમ રદબાતલ
April 07, 2025 02:53 PMરાજકોટમાં મિલકતોની સંખ્યા ૫,૯૪,૦૦૦: ટૂંક સમયમાં વેરા વળતર યોજનાનો પ્રારંભ
April 07, 2025 02:50 PMમહાપાલિકા હવેથી દર રવિવારે સ્કુલ, કોલેજ, યુનિ.ના ૧૭ રૂટની ૪૦ સિટી બસ બંધ રાખશે
April 07, 2025 02:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech