પોરબંદર ખાતે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતગર્ત સફાઈકર્મીઓની આરોગ્ય તપાસણી કરાઈ હતી.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત કે. બી. જોષી વિદ્યાલય સામે છાયા નગરપાલિકાની જૂની ઓફીસ ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં સફાઈકર્મીઓ આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી.આ કેમ્પની જિલ્લા કલેકટર એસ. ડી. ધાનાણી, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, ચીફ ઓફિસર મનન ચતુર્વેદી, ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ ભોજાભાઇ ખુંટી, સેનીટેશન ચેરમેન લાખાભાઇ ખુંટી, કાઉન્સીલર વર્ષાબેન જયેશ કારાવદરા તેમજ અર્બન હેલ્થ સેન્ટર તમામ તથા જિલ્લા આરોગ્ય ટીમમાં ડો. બી.બી. કરમટા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત ડોકટર તેમજ જનરલ ડોકટર યુ.પી.એચ.સી. છાયાના ડો. ચેતન શાસ્ત્રી દ્વારા સમગ્ર આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતોે. જેમાં લાભાર્થીઓ ૩૪૬ તેમજ ૧૫૪ લેબ તપાસ કરવામાં આવી હતી. તેમજ આભા અને આયુષ્યમાન ૫૧ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો. તમામ જરિયાતમંદ દર્દીઓને નિ:શુલ્ક દવાઓનું વિતરણ કરેલ છે.
‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ખાસ સફાઈ કામદારોના આરોગ્યની કાળજી માટે સફાઈકર્મીઓનુ હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સફાઈકર્મીઓના ડાયાબિટીસ, બીપી, હાઈટ, વેઇટ વગેરે આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી હતી. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ઝુંબેશ સ્વપે સફાઈ કરવામાં આવી રહી છે, આ સાથે કર્મીઓની આરોગ્યની કાળજી તંત્ર દ્વારા લેવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech