શાપર વેરાવળમાં બુદ્ધનગર પાસે રહેતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવનાર યુવાન પર પાડોશમાં રહેતા પરિવારે હત્પમલો કરી પથ્થરનો ઘા ઝીંકી દેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાનના પુત્ર પાડોશમાં રહેતા પરિવારની દીકરી સામે જોતો હોવાની શંકા રાખી આ હત્પમલો કર્યેા હતો.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શાપર વેરાવળમાં બુદ્ધનગર ઝૂંપડપટ્ટી મફતિયાપરા વિસ્તારમાં રહેતા અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવનાર બાબુભાઈ દેવશીભાઈ ચાંડપા(ઉ.વ ૪૦) દ્રારા આ અંગે શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા વનિતાબેન, તેના પતિ ગોવિંદભાઈ તેનો જેઠ ધી તેનો પુત્ર રોહિત સહિત પાંચના નામ આપ્યા છે.
બાબુભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે શાપરમાં સર્વેાદય સોસાયટીમાં જ્ઞાતિના સમૂહ લ હોય જેથી તેનો પરિવાર અહીં સમૂહ લમાં જવા માટે નીકળ્યો હતો ત્યારે પાડોશમાં રહેતા વનિતાબેને યુવાનના પુત્ર વિવેકને ઉભો રાખી કહ્યું હતું કે, તું કેમ મારી દીકરી સામે જુએ છે જેથી વિવેકે કહ્યું હતું કે હત્પં સામું જોતો નથી. દરમિયાન તેણેવિવેકને લાફો મારી દીધો હતો જેથી પરિવાર સમૂહ લમાં ગયો ન હતો. ત્યારબાદ પાડોશમાં રહેતા વનીતાબેનને સમજાવવા જતા આરોપીઓએ બાબુભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી હતી. દરમિયાન વનીતાબેને છૂટો પથ્થરનો ઘા કરતા મોઢાનાભાગે લાગી જતા તેઓને ઈજા પહોંચી હતી. દરમિયાન અહીં અન્ય લોકો એકત્ર થતાં આ શખસો ચાલ્યા ગયા હતા.જતા પૂર્વે ધમકી આપી હતી કે, તારા દીકરાને સમજાવી લેજે નહીંતર જાનથી મારી નાખીશું ઘવાયેલા યુવાનને પ્રથમ ગોંડલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેણે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech