ગુજરાત રીફાઇનરીની ગોઝારી દુર્ઘટનામાં માર્યા ગયેલા એક યુવાનના પિતા પગપાળા દ્વારકા આવતા હતા

  • November 12, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જાણ થયા બાદ તાત્કાલિક અસરથી યાત્રા ટુંકાવીને પિતા પરત વડોદરા પહોંચ્યા


વડોદરામાં ગુજરાત રિફાઇનરીની ગોઝારી દુર્ઘટનામાં માયર્િ ગયેલા એક યુવાનના પિતા પગપાળા દ્વારકાની યાત્રા નીકળ્યા હતા અને હજુ તેઓ પહોંચે એ પહેલા પુત્રના મૃત્યુના સમાચાર મળતા તેઓ વડોદરા જવા રવાના થયા હતા.


વડોદરા શહેરના કોયલી ખાતે આવેલ આઇઓસીએલ ગુજરાત રિફાઇનરીમાં એક પછી એક બે બ્લાસ્ટ થતાં આખા કોયલી ગામની ધરા ધ્રુજી ઊઠી હતી. પહેલા બ્લાસ્ટમાં આણંદ જિલ્લાના તારાપુર ગામના 34 વર્ષીય યુવક ધીમંત મકવાણાએ પોતાનો જીવ ગુમાવ્યો અને ત્યારબાદ થયેલા બીજા બ્લાસ્ટમાં કોયલી ગામના જ 22 વર્ષીય યુવક શૈલેષ મકવાણાએ જીવ ગુમાવ્યો.


મૃતક શૈલેષ મકવાણાના સંબંધી રાજેશભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, કોયલીમાં આવેલી ગુજરાત રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં શૈલેષ સનાભાઈ મકવાણાએ જીવ ગુમાવ્યો છે. શૈલેષભાઈ રિફાઇનરીની કેન્ટીનમાં નોકરી કરતા હતા. રિફાઇનરીમાં પ્રથમ બ્લાસ્ટ થયા બાદ કોઈ અધિકારીનો શૈલેષભાઈ ઉપર ફોન આવ્યો હતો, જેથી શૈલેષભાઈ નાસ્તો લઈને જ્યાં આગ બુઝાવવાની કામગીરી ચાલતી હતી ત્યાં આપવા ગયા હતા. શૈલેષભાઈ નાસ્તો આપીને પરત જતા હતા, ત્યાં જ બીજો બ્લાસ્ટ થયો હતો, જેમાં શૈલેષભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તુરંત જ રિફાઇનરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, શૈલેષભાઈએ માસ્ક નહોતું પહેર્યું અને પંપિંગ કરતાં-કરતાં લાવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ટ્રાય કલર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમનું હાર્ટ ફરી શરૂ કરવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ બાદમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શૈલેષભાઈના પરિવારમાં તેમનાં પત્ની અને બે બાળકો છે. તેમના પિતા તો પગપાળા દ્વારકા ગયા હતા. જોકે, તેમને આ ઘટના અંગે જાણ કયર્િ વગર મોડી રાત્રે જ ટ્રેનમાં વડોદરા પરત મોકલી દેવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application