મહાપાલિકા તંત્રના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા ગત સપ્તાહના અંતમાં શહેરના શિશુવિહાર તેમજ જમનાકુંડ વિસ્તારમાં મ્યુ. તંત્રની માલિકીના પ્લોટમાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરી લાંબા સમયથી થયેલા દબાણો હટાવી પ્લોટને દબાણ મુક્ત કરી દીવાલ યુદ્ધના ધોરણે પ્લોટ ફરતી દીવાલ બનાવી દેવામાં આવી હતી. દરમ્યાન બે દિવસની રજા બાદ આજે સોમવારે સવારથી જ મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા શહેરના રીંગરોડ પર આવેલ શ્રીજી પાર્ટી પ્લોટની સામે મહાપાલિકાના પ્લોટમાં ઉભા કરવામાં આવેલા ઝુંપડા સામે ઝુંપડા દુર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રીંગરોડ પર આવેલ પ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત ગેસ સહિત અન્ય કંપનીઓના ચાલતા કામમાં કામ કરતા શ્રમિકોએ ઝુંપડા ઉભા કરી રહેણાંક બનાવી દીધું હોય જે અંગે સ્થાનિકો દ્વારા મહાપાલિકા સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે આજે સપ્તાહના પ્રારંભે જ એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલના કાફલાએ ઝુંપડા હટાવવા કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબોખીરાની આવાસ યોજનામાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખી યુવાન ઉપર થયો હુમલો
May 19, 2025 03:09 PMહિન્દુ સ્મશાન ભુમિ ખાતે પુર્વ ધારાસભ્યને ભાવાંજલિ થઈ અર્પણ
May 19, 2025 03:08 PMવસનજી ખેરાજ ઠકરારના યોગદાનને કયારેય ભૂલી શકાશે નહીં
May 19, 2025 03:07 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech