કંપની અને કર્મચારીઓ એક જ વાહનના બે પૈડાની જેમ હોય છે. જો આમાંથી એક પણ યોગ્ય રીતે કામ ન કરે તો વ્યવસાયની યાત્રા અને સફળતા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વમાં છટણી, ખર્ચમાં ઘટાડો અને ઇન્ક્રીમેન્ટ અને બોનસ પર પ્રતિબંધ જેવા શબ્દો સાંભળી રહ્યા છીએ. ત્યારે પણ કેટલીક કંપનીઓ તેમના કર્મચારીઓને તેમની મહેનત બદલ પુરસ્કાર આપી રહી છે. આવો જ નિર્ણય ચેન્નાઈની એક કંપનીએ પણ લીધો છે. તેણે પોતાના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે કાર અને બાઇક ભેટમાં આપી છે. આ ઉપરાંત લગ્ન માટે આપવામાં આવતી સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તહેવારોની સિઝનમાં કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓના ચહેરા પર સ્મિત આવી ગયું છે.
ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સ 28 કાર અને 29 બાઇક ભેટ આપી છે
ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સ, 2005માં શરૂ થયેલી ચેન્નઈ સ્થિત કંપનીએ તેના કર્મચારીઓને 28 કાર અને 29 બાઇક ભેટમાં આપી છે. કંપનીનું કહેવું છે કે આનાથી કર્મચારીઓનું મનોબળ વધશે અને તેઓ આમાંથી પ્રેરણા લેશે અને વધુ મહેનત કરીને ઉત્પાદકતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ટીમ ડિટેલિંગ સોલ્યુશન્સ સ્ટ્રક્ચરલ સ્ટીલ ડિઝાઇન અને ડિટેલિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, તે SDS/2, Tekla, AutoCAD, MathCAD, Descon અને Office Document Software નો ઉપયોગ કરે છે.
એમડી શ્રીધર કન્નને કહ્યું- કર્મચારીઓની મહેનતનું સન્માન
કંપનીના એમડી શ્રીધર કન્નને કહ્યું કે આપણે કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. તેમજ તેમની મહેનતનું સન્માન કરવું જોઈએ. કંપનીએ દરેક કર્મચારીને તેમની કામગીરી અને વર્ષોની મહેનતના આધારે ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે. અમારા કર્મચારીઓએ પ્રતિબદ્ધતા અને સમર્પણ સાથે કંપનીના વિકાસમાં યોગદાન આપ્યું છે. અમને તેમના પર ગર્વ છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ ઉપરાંત કંપનીએ તેના કર્મચારીઓને મર્સિડીઝ બેન્ઝ જેવી લક્ઝરી કાર પણ આપી છે.
લગ્ન કરવા માટે કંપની તરફથી મળશે 1 લાખ રૂપિયા
શ્રીધર કન્નને કહ્યું કે અમને પૂરી આશા છે કે હવે તે વધુ ઉત્સાહ સાથે કામ કરશે. અમે ભૂતકાળમાં પણ અમારા કર્મચારીઓને બાઇક ગિફ્ટ કરતા આવ્યા છીએ. વર્ષ 2022માં અમે અમારા બે વરિષ્ઠ સાથીદારોને કાર ભેટમાં આપી હતી. આજે અમે 28 કાર ગિફ્ટ કરી છે. આ ઉપરાંત 29 બાઇક પણ આપવામાં આવી છે. અમે તેમને તેમના સપના પૂરા કરવામાં મદદ કરી રહ્યા છીએ. જો કોઈ વ્યક્તિ તેને મળતી કાર કરતા વધુ મોંઘી કાર જોઈતી હોય તો તે વધારાના પૈસા ચૂકવીને ખરીદી શકે છે. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે લગ્ન માટે લોકોને 50 હજાર રૂપિયાની સહાય આપતા હતા. હવે તેને પણ વધારીને 1 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે અમારી કંપનીમાં એક શાનદાર વર્ક કલ્ચર બનાવવા માંગીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech