પાપારાઝીએ ફોટો પાડવા કોશિશ કરી તો કહ્યું “નો મની નો ફોટો.”
સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ઓરી ઘણીવાર ચર્ચામાં રહે છે. ઓરી જાહ્નવી કપૂર, નીસા દેવગન, સારા અલી ખાન, અનન્યા પાંડે અને ખુશી કપૂર સહિત ઘણા સ્ટાર કિડ્સ સાથે જોવા મળે છે. હાલમાં જ તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં જોવા મળ્યો હતો. જેના કારણે ઓરીએ ઘણી લાઈમલાઈટ મેળવી હતી. હવે તેનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઓરી સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ પોપ્યુલર છે. તે બોલિવુડની લગભગ દરેક સેલિબ્રિટી સાથે જોવા મળ્યો છે. ઓરીનું સ્ટાર કિડ્સ સાથે ખાસ બોન્ડિંગ છે. સોશિયલ મીડિયાની દુનિયામાં લોકો તેને માત્ર તેના ફોટા માટે જ ઓળખે છે. પરંતુ હવે ઓરીના તેવર થોડા બદલાય ગયા હોય તેવું લાગી રહ્યું છે. ઓરી ઘણીવાર તેની ફેશન સેન્સ માટે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. કપડાંની સાથે ક્યારેક તેના ફોનનું અનોખું કવર પણ ચર્ચામાં રહે છે.
ઓરી જ્યાં પણ જાય છે ત્યાં મીડિયા તેને ફોલો કરે છે. હાલમાં જ ઓરીએ લેક્મે ફેશન વીકમાં ભાગ લીધો હતો. ઓરીએ આ ઈવેન્ટમાં રેમ્પ વોક પણ કર્યું હતું. ફેશન શો બાદ ઓરી મીડિયાને પણ મળ્યો હતો. જેવા પાપારાઝી ફોટો લેવા માટે તેની નજીક આવ્યા કે તરત જ ઓરીએ તેમને રોક્યા અને મજાકમાં કહ્યું – “નો મની નો ફોટો.”
ઓરી સોશિયલ મીડિયા પર પોપ્યુલર ઈન્ફ્લુઅન્સર બની ગયો છે. તેના વિશે વારંવાર સાંભળવામાં આવતો સવાલ એ છે કે ઓરી શું કરે છે? જ્યારે પણ ઓરી કોઈ પણ ઈન્ટરવ્યુમાં ભાગ લે છે, ત્યારે તેને ચોક્કસપણે સવાલ પૂછવામાં આવે છે કે તે કેવા પ્રકારનું કામ કરે છે? લાંબા સમય સુધી સસ્પેન્સ રાખ્યા બાદ આખરે ઓરીએ ફોર્બ્સ ઈન્ડિયાને આપેલા તાજેતરના ઈન્ટરવ્યુમાં તેની કમાણીની આવક જાહેર કરી.
ઓરીએ કહ્યું કે “લોકો મને લગ્નમાં આમંત્રિત કરે છે અને તેઓ મને ખુશીથી 15 લાખથી 30 લાખ રુપિયા ચૂકવે છે.” તેઓ ઈચ્છે છે કે હું મહેમાન તરીકે નહીં, પણ એક મિત્ર તરીકે પાર્ટીમાં હાજરી આપું, કદાચ દુલ્હન અથના ગ્રુમ કે અન્ય કોઈ માટે તેઓ આમંત્રિત કરે છે. લોકોને મારી હાજરી ગમે છે અને મને આ વાત મોટિવેટ કરે છે કે હું ત્યાં ખુશી લઈને જવું. આ અપીરિયન્સ જ હાલમાં મારી કમાણીની આવક છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech