બહુમાળીમાં સિંચાઈ વિભાગ હેઠળની ઇરીગેશન કચેરીમાં ફરજ બજાવતા બે સિનિયર ક્લાર્ક ભાઈઓએ જુનિયર કર્મચારીને ગાળોભાંડી ટયુબલાઈટના હોલ્ડર વડે મારમારતા તેને છોડાવવા માટે વચ્ચે પડેલા અને જીએસટી કચેરીમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા તેમના બહેનને પણ ઢીકાપાટુનો મારમારી ચશ્માં તોડી નાખી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જયારે સામા પક્ષે પણ નિરાલી પાડલીયા તેના ભાઈ શિવમ પાડલીયા અને બે અજાણ્યા મળી ચાર સામે વળતી ફરિયાદ કરતા પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. સરકારી કચેરીમાં જ સરકારી કર્મચારીઓની મારામારીનો બનાવ બહુમાળી ભવનમાં ટોપ ઓફ ઘી ટાઉન બન્યો છે.
બનાવ અંગે શ્રોફ રોડ પર આવેલા સરકારી ક્વાર્ટરમાં રહેતા અને બહુમાળી ભવનમાં આવેલી જીએસટી ઓફિસમાં સેલ્સ ટેક્સ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા નિરાલીબેન કિશોરભાઈ પાડલીયા (ઉ.વ.26)ના એ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં બહુમાળી ભવનમાં આવેલી ઈરીગેશન વિભાગની કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સિધ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, નાનો ભાઈ શિવમ (ઉ.વ.28) બહુમાળી ભવનમાં ઇરીગેશન વિભાગમાં નોકરી કરે છે. ગઈકાલે લંચ સમયે હું અને મારો ભાઈ શિવમ ઘરે જમતા હતા ત્યારે તેના ફોનમાં તેની ઓફિસમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક શિવરાજસિંહનો ફોન આવ્યો હતો અને ફોનમાં જેમ ફાવે તેમ ગાળો આપવા લાગતા મારો ભાઈ શિવમ તાત્કાલિક ઓફિસે પહોંચી ગયો હતો આથી કંઈક બન્યું હોવાનું લાગતા હું પણ પાછળ ઓફિસે પહોંચતા ત્યાં શિવરાજસિંહ અને બીજા માણસોનો ટોળું હતું અને શિવરાજસિંહ મારા ભાઈ શિવમને ધમકાવતા હતા આથી મેં ત્યાં જઈ શું વાત છે, શાંતિથી વાત કરો તેમ કહેતા ત્યાં જ સિનિયર ક્લર્ક તરીકે નોકરી કરતા શિવરાજસિંહના ભાઈ સિધ્ધરાજ પણ ત્યાં આવી બંને મારા ભાઈ સાથે ગેર વર્તન કરી હાથમાં રહેલા ટયુબલાઈટનું હોલ્ડર વડે મારાભાઈને મારમારવા લાગતા હું છોડાવવા વચ્ચે પડતા મને પણ ઢીકાપાટુનો મારમારી મારા ચશ્માં તોડી નાખ્યા હતા. અને ધમકી આપી ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેમાં આંખ ઉપર મને મુક્કો લાગી જતા આંખના ઉપરના ભાગે ઇજા થઈ હતી.
બનાવની જાણ મારા ભાઈ શિવમએ તેના ઉપરી કાર્યપાલક ઈજનેરને ફોન કરીને કરતા એન.વી.ચાવ ત્યાં આવી ગયા હતા અને મારા ભાઈના મિત્રો સહિતનાએ ઝગડામાંથી છોડાવ્યા હતા. મારામારીનો વિડીયો મારા ફોનમાં મેં રેકોર્ડ કર્યો હતો એ વિડીયો પણ શિવરાજસિંહ અને સિધ્ધરાજસિંહએ ડીલીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે શિવમએ આક્ષેપો કર્યો હતો કે, અમારો ડિઝાસ્ટરનો ઓર્ડર થયો હોઈ એ લેવા મુખ્ય કચેરીમાં હું અને મારો મિત્ર લેવા ગયા હતા ત્યારે ફરજ પરના કર્મચારીએ સિનિયર ક્લર્ક શિવરાજસિંહ આવે પછી આપવાનું કહેતા મેં ઓર્ડર ઓફિસમાં મોકલી આપવા કહી અમે ગયા હતા જે બાદ હું ઘરે હતો ત્યારે મને શિવરાજસિંહનો અન્ય સ્ટાફના ફોનમાંથી ફોન આવ્યો હતો અને તને કાંઈ હવા આવી ગઈ છે ? કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસે શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ સિધ્ધરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા સામે આઇપીસી 323, 504,506(2),114 સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. જયારે સામા પક્ષે યુનિવર્સીટી રોડ પર ગર્વમેન્ટ સ્ટાફ ક્વાર્ટરમાં રહેતા શિવરાજસિંહ શૈલેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.31)નાએ વળતી ફરિયાદમાં નિરાલી પાડલીયા, તેનો ભાઈ શિવમ પાડલીયા અને બે અજાણ્યાના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, શિવમ પાડલીયા અને અભિષેક ટાંક બંને કર્મીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ઓર્ડર નીકળ્યો હતો જે ઓર્ડર લઇ જવા માટે તેને કહ્યું હતું. ઘણીબધી વાર રાહ જોવા છતાં ઓર્ડર લેવા આવ્યા ન હતા બાદમાં બપોરના સમયે ઓર્ડર લેવા આવ્યા હતા એ સમયે આસીટન્ટ ઈશાબહેનને શિવમએ ઓર્ડર ઓફિસમાં મોકલી દેવા માટેનું કહ્યું હતું. બપોરના સમયે હું ઓર્ડર લઇ તેની ઓફિસમાં ગયો હતો અને ઓર્ડર લઇ જવા બાબતે સમજાવ્યું હતું. ત્યારે અગાઉથી જ ત્યાં તેમની બહેન નિરાલી પાડલીયા અને તેની સાથેના બે અજાણ્યા માણસો ઝગડો કરવા લાગ્યા હતા અને ઝપાઝપી કરતા મારો ભાઈ સિધ્ધરાજસિંહ પણ ત્યાં આવી ગયો હતો ઝપાઝપી દરમિયાન અમને બંનેને સામાન્ય ઇજા થઇ હતી. અમને નિરાલીબહેને ખોટા કેસમાં ફિટ કરી દેવાની અને બહાર નીકળો એટલે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્ર.નગર પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech