સુભાષનગરના અત્યંત જર્જરિત શૌચાલયના સમારકામનું ચોઘડીયું કયારે આવશે?

  • May 21, 2025 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરનો માચ્છીમારી ઉદ્યોગ સરકારને કરોડો ‚પિયાનું હુંડીયામણ કમાવી આપે છે પરંતુ સાગરપુત્રોને પાયાની સુવિધા આપવામાં પણ સરકાર અખાડા કરે છે. જેમાં ફિશરીઝ ટર્મીનલ વિસ્તારમાં  જર્જરિત શૌચાલય કોઇનો જીવ લે તેવી શકયતા જણાઇ રહી છે તેથી સમારકામ કરવા અથવા નવુ બનાવી આપવા માંગણી પ્રબળ બની છે.
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં આવેલ ફિશરીઝ ટર્મીનલ ખાતે વર્ષો પહેલા બનાવાયેલ શૌચાલય અને બાથ‚મ ખૂબજ જર્જરિત બની ગયા છે અને સ્લેબમાંથી લોખંડના સળિયા ડોકાઇ રહ્યા છે તથા અનેક પોપડા ખરી ચુકયા છે. મુખ્ય દિવાલમાં પણ ગાબડા પડી ગયા છે તેમજ અસહ્ય ગંદકી ખદબદી રહી છે.  દરવાજા પણ ભાંગી તૂટી ગયા છે તેથી આ વિસ્તારમાં માચ્છીમારો તથા ફિશીંગના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય ધંધાર્થીઓને પારાવાર પરેશાની વેઠવી પડે છે અને આ શૌચાલયમાં કોઇનો જીવ જાય તે પહેલા સમારકામ કરાવવુ જ‚રી બન્યુ છે.આ પ્રકારની વધુ એક રજૂઆત તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application