પોરબંદરના કુછડી નજીક ટુકડા-મીયાણીની સીમમાં રહેતા ૧૭ વર્ષ ૧૦ માસના કિશોરનું કાર ચલાવતી વખતે અકસ્માતે મોત થયુ છે જેમાં તે સગીરવયનો હોવાનું જાણવા છતાં કાર લઇને આવવાનું કહેનાર યુવક સામે મૃતકના પિતાએ એફ.આઇ.આર.નોંધાવી છે.
પોરબંદરના ટુકડા મીયાણીના વાડી વિસ્તારમાં આવેલી કરાર સીમમાં રહેતા અને ખેતીકામ કરતા મેણંદ માલદેભાઇ ઓડેદરા નામના ૪૦ વર્ષના યુવાનના બે દિકરાઓ પૈકી મોટા દિકરા ઉદય (ઉ.વ.૧૭ વર્ષ ૧૦ માસ)નું વાહન અકસ્માતે મોત થયાનું જાહેર કર્યુ છે જેમાં એવું જણાવ્યુ છે કે તા. ૨૦-૪ના રાત્રે નવ વાગ્યે તેઓ તેમની વાડીએ હતા ત્યારે તેના મિત્ર ભરત મોઢવાડીયાએ ફોન કરીને એવુ જણાવ્યુ હતુ કે, ‘તમારા પુત્ર ઉદયનું એકસીડન્ટ થયુ છે’ જેથી પિતા મેણંદભાઇએ તાત્કાલિક પુત્ર ઉદયને ફોન કરતા કોઇ અજાણી વ્યક્તિએ ફોન ઉપાડયો હતો અને એવુ જણાવ્યુ હતુ કે, ‘અહીં કુછડીમાં ચામુંડા માતાજીના મંદિર સામે વેરણ સીમના રસ્તે કારનો અકસ્માત થયો છે.’ આથી ફરિયાદી મેણંદભાઇ તાત્કાલિક તેમની પત્ની મનીષા સાથે ત્યાં ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસ કરતા ઇમરજન્સી સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ ઉભી હતી અને તેમાં ફરિયાદીના દિકરા ઉદયની લાશ પડી હતી. આથી માતા-પિતા બંને ઉપર વજ્રઘાત થયો હતો અને ભાવસિંહજી હોસ્પિટલે લવાતા પી.એમ. કરવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ મેણંદભાઇ ઓડેદરાએ તપાસ કરતા એવુ જાણવા મળ્યુ હતુ કે તેમના ટુકડા-મીયાણી ગામના અજય અરભમ ઓડેદરાની બહેનના લગ્ન હતા અને સાંજી માટે પોરબંદર પડેલી ક્રિએટા કાર મંગાવવા માટે અજય ઓડેદરાએ મૃતક ઉદયને મોકલ્યો હતો. અજયને ખબર હતી કે ઉદય સગીર વયનો છે અને તેની પાસે ડ્રાયવીંગ લાયસન્સ પણ નથી.
છતાં બેદરકારી દાખવીને પોરબંદરના સુરેલીયા એ.સી. રીપેરીંગ સેન્ટરમાંથી કાર લઇ આવવાનું કામ અજય ઓડેદરાએ સોંપ્યુ હતુ તેથી અજયની બેદરકારી અને ગફલતના કારણે ફરિયાદીના દિકરા ઉદય ઓડેદરાનું મોત થયુ છે તથા કારને આઠ લાખ પિયાનું નુકશાન પણ થયુ છે તેવી ફરિયાદ કરતા હાર્બર મરીન પોલીસે અજય અરભમ ઓડેદરા સામે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech