કેન્દ્રીય કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત ૩૧૫ પિયા પ્રતિ કિવન્ટલથી વધારીને ૩૪૦ પિયા પ્રતિ કિવન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ કિવન્ટલ ૨૫ પિયાનો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ૨૦૧૪ પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વ્યાજબી ન હતા. બે બે વર્ષ રાહ જોવી પડતી હતી. પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કયુ છે.
ઠાકુરે કહ્યું કે શેરડી પકવતા ખેડૂતોને ૨૦૧૯–૨૦માં ૭૫,૮૫૪ કરોડ પિયા મળ્યા છે. ૨૦૨૦–૨૧માં ૯૩,૦૧૧ કરોડ પિયા મળ્યા છે. ૨૦૨૧–૨૨માં ખેડૂતોને ૧.૨૮ લાખ કરોડ પિયા મળ્યા છે. તો બીજી તરફ, ૨૦૨૨–૨૩માં ૧.૯૫ લાખ કરોડ પિયા પ્રા થયા છે. આ પૈસા સીધા તેના ખાતામાં મોકલવામાં આવ્યા હતા. અમે ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
'પશુ વીમાને પ્રોત્સાહન આપવામાં આવશે'
અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી કેબિનેટનો બીજો મોટો નિર્ણય એ છે કે રાષ્ટ્ર્રીય પશુધન હેઠળ એક પેટા યોજના શ કરવામાં આવી રહી છે. જેના કારણે ઘોડા, ઐંટ, ગધેડા અને ખચ્ચરની સંખ્યા ઘટી રહી છે અને દેશી પ્રજાતિઓ લુ થવાના આરે છે. જેથી પશુધનને બચાવવા માટે નેશનલ લાઈવસ્ટોક એકસચેન્જ ચલાવવામાં આવી રહ્યું છે. બ્રીડ મલ્ટિફિકેશન પર કામ કરવામાં આવી રહ્યું છે. ઉધોગ સાહસિક તરીકે વ્યકિત હોય કે સ્વ–સહાય જૂથ, તે બધાને ૫૦ ટકા સબસિડી આપવામાં આવી છે. તેની મહત્તમ મર્યાદા ૫૦ લાખ પિયા રાખવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે ઘોડા, ઐંટ, ગધેડા અને ખચ્ચર માટે બ્રીડ મલ્ટિફિકેશનનું કામ કરવામાં આવશે. ઘાસચારાની પ્રાપ્યતા વધારવા માટે, ક્ષીણ થઈ ગયેલી જંગલની જમીનનો ઘાસચારાના ઉત્પાદન માટે ઉપયોગ કરવામાં આવશે. આ માટે સબસિડી પણ આપવામાં આવશે. તમને તમામ પ્રકારના પશુધનનો વીમો લેવાનો લાભ મળશે. બધામાં સમાન પ્રીમિયમ ભરવાનું રહેશે. પહેલા ૨૦ થી ૫૦ ટકા પ્રીમિયમ ભરવું પડતું હતું, હવે ૧૫ ટકા ચૂકવવું પડશે. રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે ચેલેન્જ મેથડના આધારે ખાનગી સંસ્થાઓને વધુમાં વધુ ૫ કરોડ પિયા સુધીની ૫૦ ટકા સબસિડી મળશે. નાના અને સીમાંત ખેડૂતોને આનો મોટો લાભ મળવાનો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં બહુમાળી ઇમારતમાં લાગી આગ, લોકો જીવ બચાવવા નીચે કૂદ્યા
April 11, 2025 09:06 PMસુરતમાં રત્નકલાકારોની હત્યાનો પ્રયાસ કરનાર પકડાયો, મેનેજરનો ભાણેજ જ નીકળ્યો આરોપી
April 11, 2025 09:04 PMહજારો પશુપાલકો અને દૂધ મંડળીઓ માટે રાજકોટ દૂઘ સંઘે મહત્વનો નિર્ણય લીધો, જાણો શું લાભ મળશે
April 11, 2025 06:11 PMમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech